Loading Please Wait !!!
દેશ તપ્યો; 46.8 ડિગ્રી બાડામેર ટોચ પર

  • ગરમી બેકાબુ: 9 શહેરોમાં 44 ડીગ્રી પાર ગરમીથી જનજીવન પ્રભાવિત
  • રાજકોટ 44.3 ડીગ્રીએ ધખધખતું શહેર બન્યું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી : રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં હીટવેવ જેવી સ્થિતિ છે. ચાર રાજ્યોના 9 શહેરોમાં પારો 44C થી ઉપર રહ્યો. રાજસ્થાનનું બાડમેર 46.8C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. જેસલમેરમાં તાપમાન 46.3C અને ફલોદીમાં 46C પહોંચી ગયું. મધ્ય પ્રદેશના રતલામમાં 45.5C તાપમાન રહ્યું. ભોપાલમાં 40.4C તાપમાનમાં 42C જેવી દઝાડતી ગરમી અનુભવાઈ. હવામાન વિભાગ અનુસાર, 11 અને 12 મેના રોજ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધુ વધશે. ભોપાલમાં પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

આ તરફ, ગુજરાતના રાજકોટમાં 44.3C અને અમરેલીમાં 44.1C તાપમાનને કારણે હીટવેવ ચાલી. મહારાષ્ટ્રનું જલગાંવ 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. બિહારમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ છે. અહીં કૈમુર જિલ્લામાં રવિવારે સૌથી વધુ તાપમાન 38.4C રહ્યું. ઉત્તરાખંડના ઘણા ભાગોમાં, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં 12 અને 13 મેના રોજ વરસાદ અને ખરાબ હવામાનની સંભાવના છે. ગઢવાલ કમિશનરે આ દરમિયાન ચાર ધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અને યાત્રા ટાળવા અપીલ કરી છે.

આગામી બે દિવસ હવામાનની સ્થિતિ
12 મે: પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી યુપીમાં વરસાદ, ગાજવીજ અને 30-60 કિમી/કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે કરા પડી શકે છે. પહાડી વિસ્તારોમાં તેજ પવનો પણ ફૂંકાઈ શકે છે.બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ સાથે વીજળી પડવાની ચેતવણી છે. 13 મે: પૂર્વીય યુપી, બિહાર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને કરાનો પ્રભાવ રહી શકે છે. પંજાબ અને હરિયાણામાં પણ તેજ પવનો ફૂંકાવાની સંભાવના છે.મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ સાથે વીજળી પડી શકે છે.