વરસાદે ‘ગુજરાત’ બદલ્યું 3000 કરોડોનું નુકસાન!
સુરતની જેમ હવે અમદાવાદ માટે પણ સ્પેશિયલ રાહત પેકેજની જાહેરાત થશે?
-
રસ્તા, મકાન, વાહનો, દુકાનોને મોટું નુકસાન
-
કૃષિમાં સૌથી વધારે નુકસાન
-
ઉદ્યોગ પર અસર કેટલીક ફેક્ટરીઓ બંધ રાખવી પડી
-
રસ્તાઓ તૂટ્યા વીજળી અને ટ્રાન્સપોર્ટ પર અસર
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂર બાદ હવે ધીમે-ધીમે પાણી ઓસરતાં રાજ્યભરમાં વિનાશના ચોંકાવનારા દશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઘરો, રસ્તાઓ અને ખેતીને વ્યાપક નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અંદાજે રૂ. ૩,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં હજી પણ રાહત અને પુનર્સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસરતાં સૌથી વધુ તારાજીના દશ્યો સામે આવ્યા છે. સોનવાડી સહિત અનેક ગામોમાં ઘરોમાં ગળાફૂલ પાણી ભરાતા ઘરવખરી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, જ્યારે અનેક કાચા અને પાકા
મકાનો ધરાશાયી થતાં પરિવારો ઘરવિહોણા બન્યા છે. જિલ્લામાં પૂર સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક ૧૭ પર પહોંચી ગયો છે. ગણદેવી વિસ્તારમાંથી ૮ અને બિલિમોરામાંથી ૯ મૃતદેહ મળી આવ્યા છે, જેમાં કરંટ લાગવાથી અને સાપ કરડવાથી થયેલા મોતનો પણ સમાવેશ થાય છે. હાલ ૫૦૦થી વધુ પરિવારો ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે.
સુરત, વલસાડ અને વાપી વિસ્તારમાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, વાહનો અને વેપાર-ધંધાને ભારે ફટકો પડ્યો છે. અનેક રસ્તાઓ ધોવાઈજતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત બની હતી. પૂર બાદ સફાઈ, આરોગ્ય અને મૂળભૂત સેવાઓનો પુનર્સ્થાપિત કરવાની કામગીરી સતત ચાલી રહી છે.
હજારો વેપારીઓ માલ પાણીમાં પલળી ગયો
અમદાવાદમાં ભારે વરસાદથી 4000 કાર અને 12000થી વધુ ટૂ વ્હીલરો પાણીમાં ગરકાવ
અમદાવાદ શહેરમાં પહેલા સતેરાશ ૧૧ ઇંચ જેટલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને કારણે પશ્ચિમ વિસ્તારો, સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં નાના-મોટાં મળીને અંદાજે ૧૯૦૦૦ જેટલાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. વરસાદી પાણીમાં અંદાજે ૪૦૦૦થી વધુ કાર અને ૧૨૦૦૦થી વધુ ટૂ-વ્હીલરો ગરકાવ થઈ ગયાં હતાં. વાહનો બંધ પડી જતાં અને તેને મોટું નુકસાન પહોંચતાં વર્કશોપ, સર્વિસ સ્ટેશનો અને વીમા કંપનીઓ પાસે દાવો (ક્લેમ) તથા પુનઃપરખ માટે ગ્રાહકોનો અચાનક ૧૦ ગણો ઘસારો વધી ગયો છે. વીમા કંપનીઓ પોતાના મનઘડત અને કડક નિયમો ઘડીને ગ્રાહકોને હેરાન કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કાર જો કેન દ્વારા સીધી વર્કશોપ પહોંચાડવામાં આવે તો જ ૧૦૦% વીમો પાસ થાય છે. જો વાહનમાલિક પોતે જાતે કાર સ્ટાર્ટ કરીને લઈ જાય તો પૂરેપૂરું વળતર મળતું નથી. ટૂ-વ્હીલરમાં વીમા કંપનીઓ વીમો પાસ જ કરતી ન હોવાથી તમામ આર્થિક બોજ માલિકે જાતે જ વેહવો પડે છે.
પૂરગ્રસ્તો માટે કેન્દ્ર સરકારની આર્થિક સહાયની જાહેરાત
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ ઓગરેલા અને નુકસાન પામેલા વિસ્તારોના પુનર્વસલ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નવસારી અને વલસાડ જિલ્લાના પૂરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. ઘરવખરી અને પશુધનના નુકસાન સામે આર્થિક છત્ર પૂરહમાં જે લોકોની ઘરવખરી તનાઈ ગઈ છે કે નુકસાન પામી છે, તેમને મદદરૂપ થવા માટે સરકારે
૧,૮૦૦ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાયથી પૂર પીડિત પરિવારો પ્રાથમિક જરૂરિયાતો ફરીથી ઉભી કરી શકશે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ગામીણ વિસ્તારોમાં પશુપાલકોને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને પશુધન માટે પણ વિશેષ વળતર નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂરના કારણે નવસારી અને વલસાડના લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સરકાર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ખડેપગે ઉભી છે. આ વિશેષ રાહત પેકેજ દ્વારા અસરગ્રસ્તોને ઝડપથી પગભર કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” તેમણે ઉમેર્યું છે, રાહત કામગીરી અને સહાય વિતરણની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે થાય તે માટે સ્થાનિક પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.