ડીઝલ, ATF અને પેટ્રોલ પરની નિકાસ ડ્યુટીમાં કરવામાં આવ્યો ઘટાડો
-
ડીઝલ નિકાસ ડ્યુટી 25 થી ઘટાડીને 20 રૂપિયા પ્રતિ લિટર કરાઈ
-
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો ટેક્સ 19 થી ઘટાડીને 15 રૂપિયા કરાયો
-
પેટ્રોલ નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટીને 0.5 રૂપિયા પ્રતિ લિટર થયો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી 25 રૂપિયાથી ઘટાડીને 20 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે ATF પરનો ટેક્સ 19 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા અને પેટ્રોલ પરનો ટેક્સ 1.5 રૂપિયાથી ઘટાડીને 0.5 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે. જોકે, આ ટેક્સ ઘટાડાનો સીધો ફાયદો સામાન્ય જનતાને નહીં મળે કારણ કે આ ઘટાડો રિટેલ પેટ્રોલ પંપના ભાવ પર લાગુ નથી થતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણ વેચતી નિકાસ કંપનીઓ અને ઓઇલ રિફાઇનરીઓ માટે છે.
વિન્ડફોલ ટેક્સ એ ફી છે જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા નફા પર સરકારને ચૂકવે છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક બજારની સ્થિતિને કારણે સરકારે રિફાઇનરી કંપનીરોના નફાના માર્જિનને સંતુલિત કરવા આ ડ્યુટી ઘટાડી છે, જેનાથી દેશભરના રિટેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ રહેશે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર કોઈ રાહત કે બોજ નહીં પડે.
ઊર્જા બજાર અને આર્થિક સમીકરણો
વૈશ્વિક ઓઈલ બજારમાં થતી ઉથલપાથલ અને આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે સરકાર દ્વારા દર પખવાડિયે ટેરિફની સમીક્ષા કરવામાં આવે છે, જે દેશના ઊર્જા ક્ષેત્ર અને નિકાસકારોને સીધી અસર કરે છે.