સોના-ચાંદીના વાયદા બજારમાં જબરદસ્ત તેજી: બે દિવસમાં ચાંદી ૧૦,૦૦૦થી વધુ મોંઘી
-
ચાંદી નીચલી સપાટીથી ઉછળીને સીધી ૨,૪૦,૦૦૦ રૂપિયાના સ્તરે પહોંચી
-
સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળતા ભાવ ૧,૫૩,૬૩૭ રૂપિયાના હાઈ લેવલે પહોંચ્યા
-
બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં ખરીદીનું જોર વધ્યું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
સોના અને ચાંદીના વાયદા બજારમાં છેલ્લા બે દિવસથી જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવ નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ચાંદી ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ મોંઘી થઈને ૨,૪૦,૦૦૦ રૂપિયાની સપાટી ક્રોસ કરી ગઈ છે, જ્યારે સોનું પણ ઉછળીને ૧,૫૩,૦૦૦ રૂપિયાને વટાવી ગયું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ ગઈકાલથી અત્યાર સુધીમાં સોનામાં ૩,૧૫૪ રૂપિયા અને ચાંદીમાં ૧૦,૧૪૦ રૂપિયાનો કુલ મોટો ઉછાળો નોંધાયો છે, જે રોકાણકારો માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર છે.
બજારના વિશ્લેષણ મુજબ, ચાંદી એક સમયે ૨૩૦,૨૨૧ રૂપિયાની નીચલી સપાટીએ પહોંચ્યા બાદ ધમાકેદાર વાપસી કરીને ૨૩૯,૩00 ના હાઈ લેવલે પહોંચી હતી અને આજે બજાર ખુલતાની સાથે જ ૨૪૦,૦૦૦ ના સ્તરને વટાવી ગઈ છે. બીજી બાજુ, સોનું પણ ૧૫૦,૪૮૩ રૂપિયાના લો લેવલથી રિકવર થઈને ગઈકાલે રાત્રે ૧૫૨,૯૮૧ રૂપિયા પર બંધ થયા બાદ આજે સવારે ૧૫૩,૬૩૭ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. કિંમતી ધાતુઓમાં આવેલી આ અચાનક તેજીને કારણે બજારમાં ખરીદીનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
બજાર અને રોકાણ
કિંમતી ધાતુઓમાં જોવા મળતી આવી અસ્થિરતા અને તેજીના સમયમાં નાણાકીય રોકાણકારોએ બજારની સ્થિતિનો અભ્યાસ કરીને સમજપૂર્વક નિર્ણયો લેવા જોઈએ જેથી સુરક્ષિત રોકાણ થઈ શકે.