Loading Please Wait !!!
ગીર ગાયના દૂધનો સ્વાદ હવે આઈસ્ક્રીમમાં અનંત અંબાણીએ ‘વનતારા ક્રિમરી’ લોન્ચ કરી

=> નેચરલ ટચ સાથે લક્ઝરી સ્વાદ; 17 ફ્લેવર એક બ્રાન્ડ
=> શરૂઆત મુંબઈથી પછી સમગ્ર દેશમાં
=> પ્રીમિયર સેગમેન્ટમાં એન્ટ્રી અનંત અંબાણી બન્યા આઈસ્ક્રીમ બ્રાન્ડ

સિટી ન્યૂઝ@મુંબઈ

અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણી (Anant Ambani)એ તેમના વન્યજીવ બચાવ સાથે સંકળાયેલ પ્રોજેક્ટ વનતારાના નામથી નવી પ્રીમિયમ આઈસ્ક્રીમ બ્રાન્ડ મુંબઈમાં લોન્ચ કરી છે. અનંત અંબાણીના આ નવા સાહસને વનતારા ક્રિમરી (Vantara Creamery) નામ આપવામાં આવ્યું છે અને તેમણે એક્સપીરિમેન્ટલ આઈસ્ક્રીમ ટ્રક મારફતે જીઓ વર્લ્ડ ડ્રાઈવ ખાતે આઈસ્ક્રીમની બ્રાન્ડ રજૂ કરી હતી. આ સાથે વનતારા પશુઓને બચાવવા તથા જતન કરવાની કામગીરી સાથે હવે તે ફૂડ અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રમાં વિસ્તરણ પામી રહેલ છે.

વનતારા આઈસ્ક્રીમ બ્રાન્ડ અંગે જોઈએ તો વનતારા ક્રિમરી (Vantara Creamery) ગીર ગાયના A2 દૂધનો ઉપયોગ કરી નાના-પાયે આર્ટિઝનલ ઉત્પાદન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભારતીય ટેસ્ટ્સ તથા જૂની યાદોને તાજી કરી શકાય તે રીતે ૧૭ જેટલા ફ્લેવર્સમાં બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડમાં કેટલીક ખૂબ જ આકર્ષક ફ્લેવર્સમાં ફિલ્ટર કોફી (Filter Coffee), લેમન સોર્બેટ (Lemon Sorbet), અને ગ્વાવ મિલી (Guava Chilli) તથા મલાઈ કુલ્ફી (Mlai Kulfi)નો સમાવેશ થાય છે.

વનતારા ક્રિમરી ફક્ત એક આઈસ્ક્રીમ બ્રાન્ડ નથી પણ કંપનીનો હેતુ સ્મૃતિઓ, સ્ટોરીટેલિંગ અને ગુણવત્તાસભર ઘટકો પર આધારિત રેસીપીનું ઉત્તમ સંયોજન કરી એવો પ્રીમિયમ ડેઝર્ટ અનુભવ તૈયાર કરવાનો છે કે જે ભારતીય સ્વાદો અને યાદો સાથે ઊંડો સંબંધ ધરાવે. લોન્ચ બાદથી જ અનોખા ફ્લેવર્સ અને વનતારા નામ સાથેના મજબૂત જોડાણને કારણે આ બ્રાન્ડને ઓનલાઈન ભારે ચર્ચા અને ઉત્તેજના મળી રહી છે.