GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
- સરિગામના 20 પ્લોટની જમીન અદલા-બદલીનો મામલો
- સુપ્રીમકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરી ED, CBI, ઇન્કમટેક્સ તપાસ અને જ્યુડિશિયલ કમિશનની માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરિગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાની કિંમતના ૨૦ પ્લોટને ખેતીની જમીન સાથે અદલા-બદલી કરવાના મામલે હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટે પણ અધિકારીઓના નિર્ણયને mala fide ગણાવતા નિરીક્ષણો માન્ય રાખ્યાં છે.
ગોહિલે જણાવ્યું કે અગાઉ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ડિવિઝન બેન્ચે એક જાગૃત નાગરિકની PIL દાખલ રાખીને પ્લોટ ફાળવણીનો નિર્ણય રદ કર્યો હતો. હાઈકોર્ટે GIDCના અધિકારીઓની કામગીરી અંગે ગંભીર નિરીક્ષણો કરતાં સામેવાળા સાથે મિલીભગત કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું નોંધ્યું હોવાનો ગોહિલે દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ સુપ્રીમકોર્ટે પણ તાજેતરના ચુકાદામાં હાઈકોર્ટના આ નિરીક્ષણોની નોંધ લીધી છે, તેમજ સવાલ કર્યો કે આટલા ગંભીર નિરીક્ષણો છતાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી અને ED, CBI તથા ઇન્કમટેક્સ તપાસ કેમ થતી નથી?ગોહિલે જણાવ્યું કે ૨૦ પ્લોટ સામે ખેતીની જમીન આપનાર વ્યક્તિને વળતર ચૂકવવાની પ્રક્રિયામાં પણ મોટા ઘાફલા કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી જૂના કાયદા મુજબ રૂ. ૫.૮૫ કરોડ અને નવા કાયદા મુજબ રૂ. ૨૪.૭૨ કરોડ ઉપરાંત વ્યાજ સહિત કરોડો રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમકોર્ટે આ નિર્ણય રદ કરીને માત્ર રૂ. ૧,૧૭,૧૩,૦૬૦ જેટલી રકમ જ વળતર તરીકે મળવાપાત્ર હોવાનું નક્કી કર્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
ગોહિલે કહ્યું કે આઝાદી બાદ જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસોની રચના કરવામાં આવી હતી. GIDCની સ્થાપનાનો હેતુ પણ નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવો, સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવી અને રાજ્યમાં ઉદ્યોગોને સંતુલિત
હરાજી વગર પ્લોટ શા માટે અપાયા?
ગોહિલે જણાવ્યું કે સુપ્રીમકોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સરકારની જમીન કે ગિલકત હરાજી વગર ફાળવવા અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં GIDCમાં હરાજી વગર પ્લોટ કેપી રીતે આપવામાં આવ્યા તે અંગે સરકારે જવાબ આપવો જોઈએ. બેઠા દર્રે જમીનો ફાળવવાની પ્રક્રિયા હજુ પણ કેમ ચાલી રહી છે તે અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસની 5 મુખ્ય માંગ
-
કોંગ્રેસે માંગ કરી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના નિરીક્ષણો આધારે જવાબદાર GIDC અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. GIDCમાં નીતિઓમાં થયેલા વારંવારના ફેરફારો અને ગેરરીતિઓની તપાસ માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરી તેનો અહેવાલ જાહેર કરવામાં આવે.
-
આ ઉપરાંત હરાજી વગર પ્લોટ ફાળવવાના નિર્ણયો અંગે તપાસ કરવા, બેઠા દરે જમીન ફાળવણીની પ્રક્રિયાની ચકાસણી કરવા અને GIDCમાં ED દ્વારા મની લોન્ડરિંગ અંગે તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.
-
ગોહિલે GIDCના નિયામક મંડળના સભ્યોની મિલકતોની ED, ઇન્કમટેક્સ અને CBI દ્વારા સંયુક્ત તપાસ કરવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે તપાસ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવે અને સમગ્ર હકીકત ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરવામાં આવે.
વિકાસ કરવાનો હતો. ભૂતકાળમાં અવિકસિત વિસ્તારોમાં GIDC સ્થાપવાથી અનેક નાના ઉદ્યોગકારોને વ્યવસાયની તક અને સ્થાનિકોને રોજગારી મળી હતી.
તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે GIDCનો ઉપયોગ નાના ઉદ્યોગકારોના વિકાસ માટે કરવાને બદલે નીતિઓમાં વારંવાર ફેરફાર કરીને માનીતાઓને મિલકતોનો લાભ પહોંચાડવા માટે થઈ રહ્યો છે. સરિગામનો કિસ્સો ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટ વહીવટનું મોટું ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું હતું.