આઈફા એવોર્ડ્સમાં ફિલ્મ ધુરંધરનો રહ્યો દબદબો!
- રણવીર સિંહ અને અનીત પદ્દા શ્રેષ્ઠ વિજેતા!
- અદભુત પ્રદર્શન છતાં અગાઉના કલાકારો થયા સાઈડલાઈન!
- ઓટીટી કેટેગરીમાં આર્યન ખાનની સિરીઝ છવાઈ!
સિટી ન્યુઝ @ મુંબઈ
26મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ 2026ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ `ધુરંધર'નો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે.
આ ફિલ્મે મુખ્ય કેટેગરી સહિત કુલ 12 એવોર્ડ પોતાના નામે કર્યા હતા, જેમાં રણવીર સિંહને શ્રેષ્ઠ અભિનેતા અને ફિલ્મ સૈયારા માટે અનીત પદ્દાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
ટેક્નિકલ અને સહાયક કેટેગરીમાં અક્ષય ખન્નાને શ્રેષ્ઠ વિલન તથા સંજય દત્તને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળવા ઉપરાંત ન નવા કલાકારોમાં અહાન પાંડે અને રાશા થડાણી પણ વિજેતા બન્યા છે.
ડિજિટલ ફિલ્મ કેટેગરીમાં બરામુલ્લા અને મિસિસ જેવી ફિલ્મોએ મેદાન માર્યું હતું, જ્યારે ડિજિટલ સિરીઝ કેટેગરીમાં આર્યન ખાનની `ધ બેડ્સ ઑફ બોલિવૂડ' શ્રેષ્ઠ સિરીઝ તરીકે છવાઈ ગઈ હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે `અવતાર ફાયર એન્ડ ઍશ'ને એવોર્ડ મળવાની સાથે આ વર્ષના આઈફા એવોર્ડ્સમાં સિનેમા અને OTT ક્ષેત્રના ઉત્કૃષ્ટ કલાકારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
સિનેમા જગતમાં એવોર્ડ્સ અને સ્ટાર કલ્ચરનું સત્ય
આજના સમયમાં ફિલ્મ એવોર્ડ્સ માત્ર કલાની કદર કરવા માટે નહીં પરંતુ માર્કેટિંગ અને સ્ટાર કલ્ચરને ચમકાવવાનું સાધન બની ગયા છે. જ્યારે કોઈ એક ફિલ્મ બાર-બાર એવોર્ડ જીતી જાય છે ત્યારે બાકીના કલાકારોની મહેનત ક્યાંક છુપાઈ જાય છે.