પરિસીમન બિલ પર સંખ્યાબળ માટે રાજકીય ગરમાવો!
- 40 થી 50 સાંસદો ઘટતા હોવાનો દાવો!
- સાંસદો માટે 150 કરોડના આરોપથી વિવાદ ચગ્યો!
- લોકસભાની બેઠકો 850 કરવાનો બંધારણ સુધારા પ્રસ્તાવ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આગામી શિયાળુ સત્રમાં સરકાર દ્વારા પરિસીમન સંબંધિત બંધારણ સુધારા બિલ રજૂ થવાની શક્યતા વચ્ચે બે-તૃતીયાંશ બહુમતીના સંખ્યાબળ અને ત્રણ દિવસના વિશેષ સત્રની ચર્ચાઓએ રાજકીય ગરમાવો ઊભો કર્યો છે.
અહેવાલો મુજબ સત્તાધારી NDA પાસે 320 સભ્યો હોવાથી બંધારણ સુધારા બિલ પસાર કરાવવા માટે સરકાર અન્ય પક્ષોનું સમર્થન કેવી રીતે મેળવે છે અને શિયાળુ સત્રની તારીખો ક્યારે જાહેર થાય છે તેના પર સૌની નજર છે.
બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂરિયાત હોવાથી ગૃહનું સંખ્યાબળ અને પક્ષો વચ્ચેની સંમતિ નિર્ણાયક બને છે. પરિસીમન, બેઠકોમાં વધારો અને મહિલા અનામત જેવા મુદ્દાઓ પર રાજકીય ચર્ચા તથા સંસદીય પ્રક્રિયા મહત્વપૂર્ણ રહે છે.