તેરમી આસિયાન રક્ષામંત્રીઓની બેઠક પ્લસમાં લીધો ભાગ!
- તેરમી આસિયાન રક્ષામંત્રીઓની બેઠક પ્લસમાં લીધો ભાગ!
- સેબુમાં રાજનાથસિંહને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું!
- વિવિધ દેશોના રક્ષા નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા!
સિટી ન્યુઝ @ સેબુ : ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ફીલીપીન્સના સેબુ ખાતે મેકટન એક્પો પહોંચી ગયા છે, જ્યાં તેમને ભવ્ય ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેઓ અહીં 13મી આસિયાન રક્ષામંત્રીઓની બેઠક પ્લસ (એડીએમએમ-પ્લસ) માં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા છે, જે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ મંચ છે.
આ બેઠકમાં આસિયાનના 11 સભ્ય દેશો તેમજ ભારત સહિતના આઠ સંવાદ ભાગીદાર દેશો વચ્ચે રક્ષા સહયોગ અને રણનીતિક ભાગીદારી મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
બેઠક અગાઉ રાજનાથસિંહે ફિલિપીન્સ, દક્ષિણ કોરીયા, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રક્ષા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજીને સૈન્ય ટેકનિક અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1992માં ભારત આસિયાન સંવાદનું ભાગીદાર બન્યું હતું અને હાલ વર્ષ 2026માં ફિલિપીન્સ આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે.
આસિયાન રક્ષામંત્રીઓની બેઠક અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારી
ફિલિપીન્સના સેબુ ખાતે યોજાયેલી 13મી આસિયાન રક્ષામંત્રીઓની બેઠક-પ્લસ ભારતની વિદેશ નીતિ અને રક્ષા કૂટનીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિ અને વિવિધ દેશોના નેતાઓ સાથેની દ્વિપક્ષીય મંત્રણાઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગને વધુ ગાઢ બનાવશે. આતંકવાદ, દરિયાઈ સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા જેવા ગંભીર મુદ્દાઓ પર સામૂહિક ચર્ચા કરવા માટે આ મંચ વૈશ્વિક સ્તરે ભારતની વધતી શક્તિ અને પ્રભાવની પ્રતીતિ કરાવે છે.