Loading Please Wait !!!
ગૌવંશની હત્યા કરનારાઓ સામે પોલીસનો ‘માસ્ટર સ્ટ્રોક’: મહિલા સહિત 8 શખ્સોને પાસા હેઠળ જેલભેગા કરાયા

 

  • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગૌવંશની કતલ અને ગૌ-માંસના વેચાણ મામલે 8 લોકો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી.

  • જિલ્લા પોલીસની દરખાસ્તને કલેક્ટરે મંજૂરી આપતા તાત્કાલિક અસરથી વોરંટ બજાવવામાં આવ્યા.

  • આઠ આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જેને સાબરમતી જેલ મોકલવામાં આવી છે.

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ગૌવંશની કતલ કરી તેના માંસનું વેચાણ કરવાની પ્રવૃત્તિઓ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈ જિલ્લા પોલીસ તંત્રએ તપાસના અંતે કલેક્ટર સમક્ષ પાસા (PASA) હેઠળની દરખાસ્ત રજૂ કરી હતી. જેને કલેક્ટરે મંજૂરી આપતા જ પોલીસે એક મહિલા સહિત આઠ ઈસમોને ઝડપી પાડી રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપ્યા છે.

    પોલીસની યાદી મુજબ, પકડાયેલા શખ્સોને વોરંટના આધારે તાત્કાલિક અટકાયતમાં લઈ નીચે મુજબની જેલોમાં રવાના કરવામાં આવ્યા છે

    આ હિંમતભરી કાર્યવાહીથી ગૌ-પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ પર થતા અત્યાચાર સામે હિન્દુ સંગઠનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા કડક સજાની માંગ કરવામાં આવી રહી હતી. પોલીસે એકસાથે આઠ શખ્સોને પાસા હેઠળ જેલભેગા કરી ગુનેગારોમાં સ્પષ્ટ સંદેશ પહોંચાડ્યો છે કે આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. હાલમાં આ કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

    આરોપીનું નામ જેલનું નામ
    જાવીદ શબીર બાબી ભુજ જેલ
    ફારૂક યુસુફ બાબી ભાવનગર જેલ
    ઇદરીશ સલીમ બાબી વડોદરા જેલ
    નદીમ જાગીર પલા પાલનપુર જેલ
    મહંમદ હનીફ ઉર્ફે મુન્નાફ સૈયદ રાજપીપળા જેલ
    મુસા અલ્લારખા રાડીયા નડીયાદ જેલ
    વસીમ ઇલીયાસભાઇ થૈયમ સુરત જેલ
    સલમાબેન ઇલીયાસભાઇ થૈયમ સાબરમતી જેલ