Loading Please Wait !!!
કોયલીમાં મુખ્યમંત્રીની વિજય સંકલ્પ સભા: "હાર હોય કે જીત, ભાજપનો ઉમેદવાર હંમેશા પ્રજાની વચ્ચે જ રહે છે"

 

  • વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલના પ્રહાર: હાર્યા પછી વિપક્ષી ઉમેદવારો ક્યારેય દેખાતા નથી; 26મીએ મતદાન કરવા અપીલ

  •  800 કરોડના ખર્ચે પાણીની સુવિધા અને જળસંચયના કામોની વિગતો આપી; સ્થાનિક ડ્રેનેજ સમસ્યા ઉકેલવાની ખાતરી

  • ગુડ ગવર્નન્સ અને ખેડૂતો માટેની સુવિધાઓ પર મૂક્યો ભાર; 26 તારીખે મન મૂકીને મતદાન કરવા જનતાને અપીલ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા જિલ્લાના કોયલી ખાતે 'વિજય સંકલ્પ સભા' ને સંબોધી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસના કામોનો હિસાબ આપતા વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.

    વિકાસના કામોનો લેખાજોખા મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના ૫૫૯ ગામોમાં ૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પૂરી પાડવામાં આવેલી પીવાના પાણીની સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "અગાઉ વડોદરાના ગામોમાં ક્લોરાઈડયુક્ત પાણીની સમસ્યા હતી, જેમાંથી અમે મુક્તિ અપાવી છે. જળસંચય માટે દરેક ધારાસભ્યને ૫૦ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ નાખેલા નાણાકીય મજબૂત પાયાને કારણે જ આજે મોટા પ્રોજેક્ટ્સ સફળ થઈ રહ્યા છે.

    વિપક્ષ પર પ્રહાર અને સ્થાનિક વચનો વિપક્ષી ઉમેદવારો પર કટાક્ષ કરતા CM એ કહ્યું કે, "ચૂંટણીમાં વિપક્ષો ઉમેદવારો ઉભા રાખે છે પણ હાર્યા પછી તેઓ ક્યારેય પ્રજાની વચ્ચે આવતા નથી. માત્ર ભાજપનો કાર્યકર જ હાર કે જીતની પરવા કર્યા વગર સતત લોકોની સેવા કરે છે." કોયલીની સ્થાનિક ડ્રેનેજ સમસ્યા અંગે તેમણે ખાતરી આપી હતી કે રજૂઆત મુજબના તમામ કામો યુદ્ધના ધોરણે મંજૂર કરવામાં આવશે. અંતમાં તેમણે ૨૬ એપ્રિલના રોજ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.