Loading Please Wait !!!
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં બદલાવ!

  • કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી ઘરેલુ ક્રિકેટ માટે મોકલ્યા!
  • યુવા ઝડપી બોલર ગુરનૂર બ્રારનો ટેસ્ટ સ્ક્વોડમાં સમાવેશ!
  • વિસ્ફોટક વિકેટ કીપર રિષભ પંત વેલિંગ્ટન ખાતે ટીમ સાથે જોડાયા!

સિટી ન્યુઝ @ સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે આગામી ૧૯ નવેમ્બરથી વેલિંગ્ટન ખાતે શરૂ થનારી બે મેચોની રોમાંચક ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિ દ્વારા ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરીને ભારતમાં હાલમાં ચાલી રહેલી ડોમેસ્ટિક ક્રિકેટ મેચોમાં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા છે જેથી તેઓ સતત મેચ પ્રેક્ટિસ જાળવી શકે.
કુલદીપના સ્થાને યુવા ઝડપી બોલર ગુરનૂર બ્રારને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે તેઓ વર્તમાન શ્રેણીની પાંચમી વન-ડે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં અને સીધા ટેસ્ટ ટીમના સાથી ખેલાડીઓ સાથે જોડાશે.

આ સાથે જ વિસ્ફોટક વિકેટ કીપર-બટ્સમેન રિષભ પંત વેલિંગ્ટન પહોંચીને સત્તાવાર રીતે ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયા છે, જેનાથી ટીમની બેટિંગ લાઇન-અપને વધુ મજબૂતી મળશે.

ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે શુભમન ગિલની કપ્તાની હેઠળની ૧૬ સભ્યોની અપડેટેડ ટીમમાં જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, કે.એલ. રાહુલ અને નવા જોડાયેલા ગુરનૂર બ્રાર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ક્રિકેટ શ્રેણી અને ટીમ રોટેશનની રણનીતિ


આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત સમયપત્રક વચ્ચે જ્યારે બે અલગ-અલગ ફોર્મેટની શ્રેણીઓ સાથે ચાલી રહી હોય, ત્યારે ખેલાડીઓનું વર્કલોડ મેનેજમેન્ટ અને ઘરેલુ ક્રિકેટમાં તેમને મોકલવાનો નિર્ણય ટીમની દીર્ઘકાલીન સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે.

 

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની અપડેડ ટીમ

શુભમન ગિલ (કપ્તાન), જશસ્વી જ્યસ્વાલ, કે.એલ. રાહુલ (ઉપ-કપ્તાન), દેવદત્ત પડિકલ, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કમ્બોજ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બ્રાર.

 

પાંચમી વનડે માટે ભારતની અપડેટ વનડે ટીમ

શ્રેયસ અય્યર (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટ કીપર અને ઉપ-કપ્તાન), અક્ષર પટેલ, નમન ધીર, ઔકિબ નબી, રૂતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટ કીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.