Loading Please Wait !!!
પેટ કમિન્સ અને ઉસ્માન ખ્વાજા વચ્ચે શાબ્દિક યુદ્ધ!

  • સેન્ડપેપરગેટ કાંડ પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી વિવાદ!
  • કમિન્સની પ્રેસ કૉન્ફરન્સથી ક્રિકેટ જગતમાં ખળભળાટ!
  • 2018ના વિવાદાસ્પદ મુદ્દા પર ખેલાડીઓ આમને-સામને!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમિલના કેપ્ટન પેટ કમિન્સે ઉસ્માન ખ્વાજાના તે દાવાને સદંતર ફગાવી દીધો છે, જેમાં ખ્વાજાએ એવું જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ક્રિકેટ જગતને હચમચાવી દેનાર કુખ્યાત ‘સૈંડપેપરગેટ’ (બોલ ટેમ્પરિંગ) કાંડમાં ટીમના તમામ ખેલાડીઓ સામેલ હતા.

સિડની ખાતે આયોજિત એક વિસ્તૃત પ્રેસ કૉન્ફરન્સમાં પેટ કમિન્સે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું હતું કે, "જ્યારે ખ્વાજા એમ કહે છે કે અમે બધા જાણતા હતા, તો તેનો અર્થ જો એવો હોય કે સેન્ડપેપર મેદાન પર લઈ જવાની અમને ખબર હતી, તો તે ૧૦૦ ટકા ખોટું છે અને આ વાત સંપૂર્ણપણે બકવાસ છે."
કમિન્સે વધુમાં ઉમેર્યું હતું કે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવા માટે તે તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે, પરંતુ જે પ્રકારે તેમને અને અન્ય ખેલાડીઓને આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટું છે અને આ પ્રકારના નિવેદનોથી વ્યક્તિગત પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે.

બીજી બાજુ, આ સમગ્ર વિવાદમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ઉસ્માન ખ્વાજાનું ખુલ્લું સમર્થન કર્યું છે, અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં દાવો કર્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તે સમયની તપાસ ઉતાવળમાં અને યોગ્ય પદ્ધતિ વગર કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ના કેપટાઉન ટેસ્ટ મેચ સાથે જોડાયેલા આ જૂના પ્રકરણમાં વર્તમાન કેપ્ટન અને સાથી ખેલાડીઓ વચ્ચેના મતભેદો સપાટી પર આવવાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદોનો દોર પુનઃ શરૂ થયો છે.

ક્રિકેટ જગતમાં અનુશાસન અને વિવાદોનીસ અસરો

ખેલ જગતમાં જ્યારે ભૂતકાળના વિવાદાસ્પદ કિસ્સાઓ અને ક્ષતિઓ પર પુસ્તકો કે નિવેદનો દ્વારા ફરી ચર્ચા છંછેડાય છે, ત્યારે વર્તમાન ખેલાડીઓ અને ટીમની એકતા પર તેની સીધી અસર પડતી હોય છે. પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસ જ કોઈપણ રમતગમતની ટીમની મજબૂતીની વાસ્તવિક ચાવી સાબિત થતા હોય છે.