અમેરિકી સ્ટાર્ટઅપે પારામાંથી અસલી સોનું બનાવવાનો દાવો કર્યો!
-
વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા સોનું બનાવવાના દાવા પર શંકા!
-
ભવિષ્યમાં સોનાની બજાર કિંમતમાં ઘટાડો થવાની શક્યતા નહીં!
-
યુરોપની પ્રખ્યાત CERN સંસ્થાએ અગાઉ બનાવ્યા હતા પરમાણુઓ!
સિટી ન્યુઝ @ રાજકોટ
વિજ્ઞાન જગતમાં એક નવો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે, જેમાં અમેરિકાના 'મેરાથોન ફ્યુઝન' નામના સ્ટાર્ટઅપે પારામાંથી અસલી સોનું બનાવ્યાનું જણાવ્યું છે. આ કંપનીએ 'ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન' પ્રક્રિયા દ્વારા આ સિદ્ધિ મેળવવાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી તેના કોઈ સત્તાવાર પુરાવા કે આંકડા રજૂ કરવામાં આવ્યા નથી. આ દાવાને કારણે વૈજ્ઞાનિકો અને બજારના વિશેષજ્ઞોમાં ભારે શંકા પ્રવર્તી રહી છે, કારણ કે અગાઉ CERN જેવી સંસ્થાઓએ પણ પ્રયોગો કર્યા હતા પરંતુ જથ્થો અત્યંત નહિવત હતો. કંપનીના દાવા મુજબ ભવિષ્યમાં મોટા પાયે સોનું બની શકે છે, પરંતુ વર્તમાન સ્તર અને વ્યવસાયિક જરૂરિયાતો વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલની સ્થિતિ જોતાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો ગગડવાની કોઈ શક્યતા નહિવત છે.
વૈજ્ઞાનિક દાવાઓ વચ્ચે સોનાના બજારની વાસ્તવિક સ્થિતિ
વિજ્ઞાનની દુનિયામાં થતા પ્રયોગોમાં પારામાંથી સોનું બનાવવાનો દાવો રોમાંચક છે, પરંતુ તેના કોઈ સત્તાવાર પુરાવા ઉપલબ્ધ નથી. વ્યાપારી ધોરણે મોટા પાયે ઉત્પાદન વિના બજારમાં સોનાની કિંમતો ગગડવાની કોઈ શક્યતા રહેલી નથી. જ્યાં સુધી વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાના સચોટ આંકડા રજૂ ન કરે, ત્યાં સુધી રોકાણકારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે વાસ્તવિકતા અને પ્રયોગશાળાના દાવાઓ વચ્ચે મોટો તફાવત રહેલો છે.