Loading Please Wait !!!
500 થેલેસેમિયા બાળકોની સારવાર સાથે રમત ?

  • બાળકોએ કહ્યું સિવિલ હોસ્પિટલ ખોટું બોલે છે?
  • ડેસીરોક્સ, કેસ્ફરલ અને કેલ્ફરની અછતનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે જરૂરી દવાની ઉપલબ્ધતા અને ગુણવત્તાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. થેલેસેમિયા માટે નિયમિત સારવાર હેઠળ રહેલા બાળકોને આયર્ન ઓવરલોડ ઘટાડવા માટે ડેસીરોક્સ સહિતની દવાઓ આપવામાં આવે છે. જોકે, ઉપલબ્ધ દવા અંગે કેટલાક વાલીઓ અને થેલેસેમિયા સાથે સંકળાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આશરે ૫૦૦ જેટલા થેલેસેમિયા પીડિત બાળકો સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવે છે. આ બાળકો માટે સારવારમાં હેમેટોલોજિસ્ટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. બીજી તરફ, ડૉ. કમલ ડીડીયા આંકડાના નિષ્ણાત તબીબ હોવા છતાં થેલેસેમિયાની સારવાર સાથે તેમનું નામ જોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ અંગે તબીબી તંત્ર તરફથી સ્પષ્ટતા જરૂરી બની છે. વાલીઓના જણાવ્યા અનુસાર, થેલેસેમિયા પીડિત બાળકોને આપવામાં આવતી કેસીરોક્સ (Deferasirox) દવાની ઉપલબ્ધતા અંગે સમસ્યા છે. તેમને આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ દીપફાર્માની ડેસીરોક્સ દવા કેટલાક બાળકોને અનુકૂળ આવતી નથી. દવા લીધા બાદ બાળકોને ઉલ્ટી થવાથી દવા શરીરમાં ટકી શક્તિ નથી અને તેની સારવારત્મક અસર થતી નથી. તેવી ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે. વાલીઓનો વધુ આક્ષેપ છે કે સનફાર્માની ડેસીરોક્સ દવા બાળકોને વધુ અનુકૂળ આવે છે અને અસરકારક રહે છે,

પરંતુ આ દવા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. તેમના જણાવ્યા પ્રમાણે, સનફાર્માની દવા દીપફાર્માની દવા કરતાં થોડું વધુ ખર્ચાળ છે. આ ઉપરાંત, કેસફેરલ (Desferal) ઈંજેક્શન છેલ્લા ત્રણ વર્ષથી ઉપલબ્ધ ન હોવાનો અને કેલ્ફર (Kelfer) દવા છેલ્લા આશરે આઠ મહિનાથી ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો આ દવાઓ ખરેખર નિયમિત રીતે ઉપલબ્ધ ન હોય તો થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર પર તેની અસર અંગે તબીબી નિષ્ણાતો પાસેથી સ્પષ્ટતા જરૂરી છે. વાલીઓનું કહેવું છે કે બાળકોને જે દવા સહન ન થાય તે જ દવા ઉપલબ્ધ કરાવીને તંત્ર માત્ર દવા ઉપલબ્ધ હોવાનો બચાવ કરી રહ્યું છે, જ્યારે બાળકોને અનુકૂળ અને જરૂરી વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી. આ મામલે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગે દવાની ગુણવત્તા, ઉપલબ્ધતા, બ્રાન્ડ બદલવાની નીતિ અને દર્દીઓની ફરિયાદો અંગે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ તેવી માંગ ઉઠી છે. હવે સવાલ એ છે કે થેલેસેમિયા જેવા ગંભીર રોગથી પીડાતા બાળકો માટે દવા માત્ર કાગળ પર ઉપલબ્ધ હોવી પૂરતી છે કે પછી જે દવા દર્દીને તબીબી રીતે અનુકૂળ અને જરૂરી હોય તેની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પણ તંત્રની જવાબદારી છે? વાલીઓની ફરિયાદોને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરી, જરૂરી દવાઓની સતત ઉપલબ્ધતા અને બાળકોને થતી આડઅસર અંગે નિષ્ણાત તબીબોની સલાહ સાથે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
  • સિવિલ તંત્રએ કહ્યું દવાઓ અને LR બેગનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
  • ડૉ. કમલ ડોકિયાની સ્પષ્ટતા દર્દીઓને સારવારમાં કોઈ તકલીફ નહીં પડે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત દર્દીઓ અને તેમના પરિજનો દ્વારા દવાઓની અછત સહિતના મુદ્દે ચાલી ચેપિલન બની વિરોધ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડૉ. કમલ ડોડીયાએ થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. સાથે જ LR (વ્યુકોપ્લેટેડ) બેગનો પણ પૂરતો, ઓવરસ્ટોક જથ્થો હોવાની માહિતી આપી છે.

ડૉ. કમલ ડોડીયાના જણાવ્યા મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડાતા બાળકો અને પુખ્ત વયના મળીને આશરે ૫૨૦થી ૫૩૦ રજિસ્ટર્ડ દર્દીઓ નિયમિત સારવાર અને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે છે. આ દર્દીઓને સારવાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે દવાઓનો જથ્થો સતત જાળવવામાં આવે છે. હાલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી પાયાની તમામ દવાઓનો પૂરતો સ્ટોક ફાર્મસી વિભાગમાં ઉપલબ્ધ હોવાનો તેમણે દાવો કર્યો હતો.

દવાઓની અછત અંગે તેમણે જણાવ્યું હતું કે, કેટલીક વખત દર્દીઓ ચોક્કસ બ્રાન્ડની દવા મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. જો તે બ્રાન્ડ ઉપલબ્ધ ન હોય તો સમાન કેમિકલ કોમ્પોઝિશન અને ગુણધર્મો ધરાવતી વૈકલ્પિક દવા આપવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોર અથવા GMSCLમાંથી દવાઓ પુરવઠો મોડો ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા બજારમાંથી દવા ખરીદીને દર્દીઓને સમયસર આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

LR બેગ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અગાઉ થોડા દિવસ માટે આ બેગની આંશિક અછત સર્જાઈ હતી. જોકે હાલ આગોતરા આયોજન સાથે મોટી સંખ્યામાં LR બેગનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે અને ઓવરસ્ટોક રાખવામાં આવ્યો છે. તેથી હાલ સિવિલ હોસ્પિટલમાં LR બેગની કોઈ અછત ન હોવાનું તેમણે જણાવ્યું હતું.હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને કોઈ ચોક્કસ બ્રાન્ડની દવા માટે આગ્રહ રાખવાને બદલે સારવાર કરતા તબીબની સલાહ અને વૈકલ્પિક દવા અંગે વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.