Loading Please Wait !!!
રાજકોટમાં વિજય રૂપાણી મેમોરિયલનો કિડની અવેરનેસ સેમિનાર યોજાયો

 

» પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં નિષ્ણાત તબીબો દ્વારા લોકોને અપાયું માર્ગદર્શન

» કિડની રોગથી બચવા 40 ની ઉંમર પછી નિયમિત ટેસ્ટ જરૂરી: તબીબો

» સંતો, રાજકીય આગેવાનો અને તબીબોની વિશાળ ઉપસ્થિતમાં સફળ કાર્યક્રમ

સીટી ન્યૂઝ@રાજકોટ

સમાજમાં કિડની સંબંધિત રોગો અંગે જાગૃતિ લાવવાના ઉમેદા હેતુથી વિજય રૂપાણી મેમોરિયલ દ્વારા ૧૩ જૂન ૨૦૨૬ ના રોજ રાજકોટના રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભવ્ય કિડની અવેરનેસ સેમિનાર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતોના આશીર્વચન અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન થકી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સેમિનારમાં આશીર્વચન પાઠવતા પૂજ્ય ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાનમાંથી પ્રગટ થયેલ આત્માના કલ્યાણ અને પરમાત્માની પ્રસન્નતા માટે ધર્મ મુજબ કર્મ કરવાનું સાધન શરીર છે. સ્વસ્થ આરોગ્ય એ શરીરની પ્રાથમિકતા છે અને શરીરની સંભાળ રાખવી એ એક પ્રકારની સેવા અને સાધના છે.

જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડ્યા અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના નિષ્ણાત ડો. પ્રાંજલ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, કિડનીના રોગો ઘણી વખત શાંત રીતે વિકસે છે. કિડનીને તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી, દરરોજ ૨ લીટર પાણી પીવું અને ૪૦ ની ઉંમર પછી દર વર્ષે નિયમિત ટેસ્ટ કરાવવા અત્યંત જરૂરી છે.

પ્રાસંગિક ઉદ્બોધનમાં ઋષભ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સાચા અર્થમાં કોમન મેન, કમિટેડ મેન અને કલ્ચર્ડ મેન ગણાવ્યા હતા. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ પરશોત્તમ રૂપાલાએ વિજય રૂપાણીના અહંકાર મુક્ત વ્યક્તિત્વ અને હયાતીમાં જ શરૂ કરેલી સેવા પ્રવૃત્તિઓને યાદ કરી હતી. પ્રખ્યાત હાસ્યકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, મહાન વ્યક્તિ દ્વારા શરૂ કરા windmills સેવાકાર્યો તેમને આપણી વચ્ચે હંમેશા જીવંત રાખે છે.

આ સેમિનારમાં રામ મોકરિયા, મેયર નેહલ શુક્લ, માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડો. દર્શિતા શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, ડે. મેયર દક્ષા વસાણી, પરેશ પીપળીયા, ડો. હિરેન ખીરાણીયા, સંજયસિંહ રાણા, નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી સહિતના અગ્રણીઓ તથા ડો. બીટ્ટુ મોરી, કો. અતુલ પંડ્યા, ડો. અમિત હાપાણી અને ડો. ચેતન લાલસેતા જેવા તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન તેજસ શીશાંગીયાએ કર્યું હતું અને આભાર દર્શન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટના પ્રમુખ ડો. તેજસ કરમટાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા અંજલી રૂપાણી અને ડો. મેહુલ રૂપાણીના માર્ગદર્શન હેઠળ IMA રાજકોટ, પૂજ્ય વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, HNS ગ્રુપ ઓફ કોલેજ, આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ સેન્ટર, ડિઝાઇન કોલેજ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.