વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં સહભાગી થઇ રોડ-શો બાદ પૂજન-અર્ચન, ધ્વજારોહણ, કુંભાભિષેક કર્યા બાદ વિશાળ જનસભાને સંબોધી હતી.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, 'આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.'
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં `શિવપંચક્ષરી' ના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે - એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે,જય સોમનાથ!'
સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી વખતે સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો આકાર બનાવ્યો હતો. ભારતે માત્ર આઝાદી મેળવી નથી, પરંતુ તેના વારસાના ગૌરવને પણ સ્વીકારી રહ્યું છે. એટલે કે ભારતની અખંડ એક્તામાં સરકાર પટેલનો જે ફાળો રહ્યો તેના માટે પીએમ મોદીએ યાદ કર્યા હતા.