Loading Please Wait !!!
રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 30 મીએ જળયાત્રા

  • શહેર પોલીસ કમીશ્નરના હસ્તે જળાભિષેક થશે

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનામૌવા ગામ ખાતે આવેલ કૈલાસધામ આશ્રમ ભગવાન જગન્નાથ મંદિરમાં આગામી તા. ૧૬-૭-૨૦૨૬ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીનો ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ દિવસે નીજ મંદિરથી ભગવાન જગન્નાથજી ભવ્ય રથમાં બીરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે આયોજન બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથને રંગ રોગાન તથા મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

આગામી તા.૩૦-૦૬ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યે જળયાત્રા નીકળશે જેમાં બહેનો અને બાળકો નાનામૌવા ગામના કુવેથી પાણી ભરીને વાજતે ગાજતે નીજ મંદિરમાં લાવશે. અને એ પાણીથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે. આ જળાભિષેક વિધી રાજકોટ શહેર પોલીસ કમીશ્નર બ્રિજેશ ઝા સાહેબના હસ્તે કરવામાં આવશે તેમ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.