Loading Please Wait !!!
રાજકોટ ઝૂમાં સિંહણ ધારાએ બીજી વખત આપ્યો ત્રણ એશિયાઈ સિંહબાળને જન્મ

નવા જન્મ બાદ રાજકોટ પ્રાણીઉદ્યાનમાં એશિયાઈ સિંહોની સંખ્યા 17 પર પહોંચી

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીરાણીયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઠઠે વિકાસ કરતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે કરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. 'જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂદ્વારા ભારતના અન્ય ઝૂપાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

ઝૂના વેટરનરી અધિકારીઓ અને ટીમ દ્વારા સીસીટીવી મારફતે માતા તથા બચ્ચાંનું ચોવીસ કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સિંહણ ધારાએ બીજી વખત બચ્ચાંને જન્મ આપ્યો છે. અગાઉ ડિસેમ્બર-૨૦૨૨માં પણ તેણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. નવા ત્રણ સિંહબાળના જન્મ સાથે રાજકોટ પ્રાણીઉદ્યાનમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા ૧૭ થઈ ગઈ છે. જેમાં ૪ પુખ્ત નર, ૮ પુખ્ત માદા, ૨ પાકઢા નર અને ૩ નવા જન્મેલા બચ્ચાંનો સમાવેશ થાય છે. રાજકોટ ઝૂમાં કુદરતી જંગલ જેવું નૈસર્ગિક વાતાવરણ ઉપલબ્ધ હોવાથી એશિયાઈ સિંહ અને સફેદ વાઘ જેવા પ્રાણીઓનું સફળ સંવર્ધન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે કુલ ૧૫ સિંહબાળનો જન્મ નોંધાયો છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂએ દેશના વિવિધ પ્રાણીઉદ્યાનો સાથે પ્રાણી-પક્ષીઓની આપ-લે કરીને સંકલન વધાર્યું છે. હાલમાં રાજકોટ ઝૂમાં ૭૦ વિવિધ પ્રજાતિના કુલ ૬૧૮ વન્યપ્રાણી અને પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવેલા રાજકોટ પ્રાણીઉદ્યાનમાં દર વર્ષે અંદાજે ૭ લાખ મુલાકાતીઓ આવે છે, નવા સિંહબાળના જન્મથી ઝૂમાં મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.