કલાકાર રાજભા ગઢવી ટીલું લઈને આવ્યા છે?
=> ખાટલે મોટી ખોટ; રાજભાને ગીરમાં માલધારી તરીકે વસવાટની મંજૂરી મળતા બબાલ શરૂ
=> વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મંજૂરીનો 'ખેલ' પાડ્યો
=> અમરેલી-જૂનાગઢના માલધારીઓને સરકાર સામે લડતના મંડાણ
=> રાજાશાહી વખતના પૂરાવા આપ્યા, વનવિભાગના આંખ આડા કાન
બીમારીના કારણે સ્થળાંતર કરવું પડ્યું પણ હવે નેહડે જવા મંજૂરી નથી
માલધારી ગોલાભાઈ જેબલીયાએ જણાવ્યું કે, "અમે ૩-૪ વખત અરજીઓ કરી હતી અમારા ઝૂંપડા પણ તૈયાર છે પરંતુ અમારી અરજીનો કોઈ જવાબ નહિ. ૧૦ વર્ષ પહેલા અમે સીટીમાં રહેતા હતા ત્યાંથી અમારા બા બીમાર હતા એટલે પીપળવા બોડરમા રહેતા હતા. પછી એક સાહેબ આવ્યા એણે ન જવા દીધા, પછી અમે નેહડે જવા માટે અરજીઓ કરી પણ કોઈ જવાબ આપ્યો નહિ.
સમાન પુરાવા છતાં સામાન્ય માલધારીઓ સાથે ભેદભાવ
સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ.
ગાંધીનગરમાં PCCF સમક્ષ રજૂઆત, આંદોલનની તૈયારી
ગઈ કાલે ગાંધીનગરમાં જૂનાગઢ સહિત ગીર આસપાસના ગામડામાં રહેતા માલધારીઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને PCCF સાથે મુલાકાત કરી રાજ્ય સરકારમાં નેસમાં મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે.
રાજભાએ આનું પાલન કર્યું ?
સરકારે રાજભાના પિતાને સાંથણીમાં જમીન આપી હતી જે વાત અધિકારી ભૂલી ગયા ?
ગીર વિસ્તારમાં માલધારીતરીકે માન્યતા મેળવવાના મામલે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. લોકગાયક Rajbha Gadhviને માલધારી તરીકે મંજૂરી મળ્યાના મુદ્દે વર્ષોથી અરજી કરીને રાહ જોતા અનેક માલધારીઓમાં અસંતોષ ફેલાયો છે. માહિતી મુજબ, ગીર વિસ્તારમાં ૫૦થી વધુ માલધારીઓની અરજીઓ હજુ સુધી તંત્ર પાસે પેન્ડિંગ છે. અરજદારોનો આક્ષેપ છે કે તેઓએ ૧૯૭૦ પહેલાંના ત્રણ વર્ષના માલધારી જીવનના પુરાવા રજૂ કર્યા હોવા છતાં હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક માલધારીઓનું કહેવું છે કે વર્ષોથી નિયમોનું પાલન કરીને દસ્તાવેજો સબમિટ કર્યા બાદ પણ તેમની ફાઈલો આગળ વધી રહી નથી, જ્યારે કેટલાક લોકોને ઝડપથી મંજૂરી મળતાં પ્રશ્નો ઊભા થયા છે.
કલાકારો સ્ટેજ ઉપર ભાજપના ગુણગાન કરી પોતાના 'કામો'ની પતાવટનો 'ખેલ' ? પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવી કલાકારો કરોડપતિ બની ગયા
=> ગીરમાં રહેઠાણ પરવાનગી માટે આ નિયમો છે
=> માલધારી જે તે નેસમાં વર્ષોથી સતત વસવાટ કરતો હોવો જોઈએ.
=> તેનો મુખ્ય ધંધો માત્ર પશુપાલનનો હોવો જોઈએ.
=> રેવન્યુ વિસ્તારમાં તેના નામે ખેતીની જમીન, મકાન કે અન્ય કોઈ સ્થાવર મિલકત ન હોવી જોઈએ.
=> વર્ષોથી રહેતા હોવાના પુરાવા રૂપે ૧૯૭૧ પહેલાના ૧૦ વર્ષના સળંગ મરાવાડી પાસ હોવા જરૂરી છે.