મોઢ વણિક જ્ઞાતિએ મેયર ડો. નેહલ શુક્લ સહિત નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન
રાજકોટના વિકાસમાં સતત સહકાર આપવાની સમાજના અગ્રણીઓએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
સીટી ન્યૂઝ@રાજકોટ
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન માટે ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીરાણીયા તથા દંડક સંજયસિંહ રાણાનું ઉપરણા અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોઢ વણિક જ્ઞાતિના આગેવાનોએ મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા સાથે મુલાકાત કરી રાજકોટ શહેરના વિકાસ માટે સમાજ તરફથી હંમેશા સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં મોઢ વણિક મહાજન, મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, મોઢ વણિક કન્યા છાત્રાલય, મોઢ વણિક મિત્ર મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ, મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન, મોઢ વણિક સમાજ મહિલા મંડળ, મોઢ મહિલા સત્સંગ મંડળ તથા મોઢ મહોદય સંસ્થા સહિતની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
कार्यક્રમમાં સમાજના અગ્રણી આગેવાનો અને પ્રતિનિધિઓએ હાજરી આપી નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજના આગેવાનોએ શહેરના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોમાં સક્રિય સહભાગી બનવાની ભાવના પણ વ્યક્ત કરી હતી.