Loading Please Wait !!!
માતૃત્વ હારી રહ્યું છે કે સમાજ નિષ્ફળ ?

=> 43 વર્ષે સંતાનનો જન્મ થતાં શરમની બીકે મહિલાએ કચરામાં ફેંક્યું નવજાત શિશું

સિટી ન્યૂઝ@સુરત

સુરતના કતારગામ વિસ્તારનો આ કિસ્સો છે. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ CCTVમાં તમે એક મહિલાને હાથમાં બે થેલી લઈને જતી જોઈ શકો છો. આ CCTVમાં જોવા મળે છે કે તારીખ ૨૪ મે ૨૦૨૬ના રોજ આ મહિલા રાત્રે ૮ વાગ્યાને ૮ મિનિટે આ મહિલા બે થેલી લઈને જઈ રહી હતી.આ જોઈને સ્વાભાવિક રીતે કોઈને શું લાગે? તમે વિચારો કે આ મહિલા કદાય શાક લઈને કે પછી ઘરનો કોઈ બીજો સામાન લઈને જતી હશે. પરંતુ હકીકત સાંભળશો તો તમારા હોશ ઉડી જશે.આ મહિલા તેના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાં ૧ દિવસનું નવજાત બાળક લઈને કચરામાં ફેંકવા માટે જઈ રહી હતી.આ તે કેવી મા? કે જેણે બાળકને ગર્ભમાં સાચવ્યું,પણ અધૂરા મહિને જ બાળકને જન્મ આપી તેને ફેંકી દીધું. કોઈ પારકું પણ આવા માસૂમ ફૂલ જેવા શિશુને તરછોડવાનું ના વિચારે. પણ આ કળિયુગી માએ તો માનવતાની સાથે-સાથે માની મમતા પણ લજવી. તેણે આ માસૂમ નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંક્યું પછી બીજા એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા. મહિલાએ શિશુને તજ્યા પછીને સાડા પાંચ કલાક પછી ૨૫ મે ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨ વાગ્યાને ૪૭ મિનિટે પ્લાસ્ટિકની થેલીને એક શ્વાન લઈને દોડતું જોવા મળે છે. એને ક્યાં ખબર હતી કે આ પ્લાસ્ટિકની થેલીમાં તેનો ખોરાક નથી પણ એક નવજાત શિશુનો મૃતદેહ છે.

=> હૃદય કંપાવી દેનારી બે ઘટના
=> માતાએ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ આપઘાત કર્યો
=> પરિવારમાં કનડગત ન બને માનસિક ત્રાસ સામે મહિલાઓની સહનશક્તિ ખૂટી રહી છે

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાના યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ૪ મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યા છે. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે માતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પિયરમાં ડિલિવરી માટે આવી હતી, દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી ૨૯ વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા રિશાનને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડી, બે-ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. સ્થાનિક સૂત્રો અને કૌટુંબિક વિગતો અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ એટલે કે ડિલિવરી બાદ તેની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની તબિયત સતત લથડતી જતી હોવાથી પરિવાર પણ ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં હોવાનું દેખાઈ આવતું હતું. શૌચાલયમાં જઈ પહેલા દીકરાને એસિડ પીવડાવ્યું, પછી પોતે પીધું સોમવારે(૧ જૂન) સાંજના સમયે આ કરુણાંતિકા સર્જાઈ હતી.