કિસાનોની નારાજગી દૂર કરવા મોટો દાવ : ગોંડલમાં ભાજપનું ખેડૂત સંમેલન
સિટી ન્યૂઝ@ગોંડલ
રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. ગોંડલના પ્રખ્યાત BAPS અક્ષર મંદિર ખાતે ભાજપ પ્રેરિત એક ભવ્ય 'ખેડૂત સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાનો અને આગામી આંદોલનની ધાર બૂઠી કરવાનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
અક્ષર મંદિર પરિસરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.
આ ખેડૂત સંમેલનમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે સંગઠનને મજબૂત કરવા અને ખેડૂતોને રિઝવવા માટે મંથન કરવામાં આવ્યું હતું.