Loading Please Wait !!!
ખેડૂતોને વળતર મળવું જોઈએ હું અદાણી સાથે વાત કરીશ

  • રાજકોટમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું નિવેદન
  • સફાઈ કર્મીઓની સીધી ભરતી કરવા માટે ભલામણ કરી
  • મમતા બેનર્જીના 30 સાંસદો NDAમાં જોડાઈ શકે છે: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે ધારાસભ્યો અને સાંસદો સંભાળી રાખવા પડકાર

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે આવતા દિવસોમાં મમતા બેનર્જીના ૨૦ જેટલા સાંસદ NDA સાથે જોડાઈ શકે છે આ જ રીતે DMKના સભ્યોને પણ મેં પોતે નિવેદન કર્યું છે કે તેઓ પણ NDA સાથે જોડાવવું જોઈએ. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ઉધ્ધવ ઠાકરે માટે પોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સંભાળી રાખવા પડકાર બની ગયો છે. આગામી સમયમાં મહિલા આરક્ષણ બિલ બહુમત સાથે પાસ થશે જેથી ૨૦૨૯ લોકસભા ચૂંટણી પછી તમામ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહિલા આરક્ષણ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અદાણી મોટી કંપની છે મોટો બિઝનેશ છે એમને ઘણા કામો મળતા હોય છે પણ દેશ અદાણીને આપી દેવામાં આવ્યો ના આક્ષેપ પાયા વિહોણા છે. ખેડૂતોના હિતમાં નિર્ણય કરવો જોઈએ તેમને વળતર મળવું જોઈએ એ મારુ માનવું છે. જો અદાણી કંપનીનું કામ હશે તો તેમની સાથે પણ ચર્ચા કરીશ અને જરૂર પડ્યે કેન્દ્રના સંલગ્ન મંત્રી સાથે આ મુદ્દે રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે અને નુકશાન ન થાય તેવા ચોક્કસ પ્રયત્નો કરીશું.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ આવ તેઓ દ્વારા કાલાવાડ રોડ પર કણકોટ ગામ સ્થિત બુદ્ધ વિહારના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત તેમને રાજકોટ મહાનગર પાલિકા અને રાજકોટ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાયેબલના લોકો માટે જે અલગ અલગ યોજનાઓ છે તેનો વધુમાં વધુ લોકો લાભ મળે તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકામાં ૨૬૮૦ કાયમી સફાઈ કર્મી ઉપરાંત ૧૪૦૦ જેટલા કોન્ટ્રાક આધારિત સફાઈ કર્મી હોવાનું ધ્યાન પર આવતા શક્ય હોય તો સીધી ભરતી કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, આજે ભારત દેશની ઈકોનોમી ચોથા નંબરે પહોંચી ગઈ છે હાલ થોડી મોંઘવારી પણ વધી ગઈ છે એ પણ સ્વીકાર કરું છું જે મોંઘવારી વધી એ યુદ્ધના કારણે મોંઘવારી વધી છે અને એ આવતા થોડા સમયમાં ઘટી જશે, યુધ્ધ પૂર્ણ થઈ ગયું છે એ સારું છે એના કારણે મોંઘવારી આવતા દિવસોમાં ઘટી જશે એવું મારુ માનવું છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટવા જોઈએ એવું મારુ માનવું છે.

મહિલા આરક્ષણ બિલ અંગે જણાવ્યું હતું કે, હાલમાં મમતા બેનર્જીના ૨૦ જેટલા સાંસદ NDA સાથે જોડાઈ શકે તેવી શક્યતા છે. DMKને પણ મારુ નિવેદન છે કે એ લોકોએ NDA સાથે આવવું જોઈએ. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ઉધ્ધવ ઠાકરે માટે પોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સંભાળી રાખવા પડકાર રૂપ બની ગયું છે. આ પછી મહિલા આરક્ષણ બિલ ચોક્કસ પાસ થઈ જશે અને ૨૦૨૯ લોકસભા પછી આવતી તમામ વિધાનસભા ચૂંટણીમાં આરક્ષણ લાગુ થશે. સંજય રાવતનો આક્ષેપ છે પૈસા નો એ તદ્દન ખોટો આરોપ છે પૈસાની કોઈ વાત નથી બધા પોતાના મનથી NDA સાથે જોડાઈ રહ્યા છે.