Loading Please Wait !!!
જૈન દેરાસરમાં 43 લાખની ચોરી કરનાર ઓફિસબોય સહિત ત્રણની ધરપકડ

» બે મિત્રો કમિશન લઈ ચાંદી વેંચતા : પોલીસે 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં રહેતા અને પેલેસ રોડ ઉપર વર્ધમાનનગરમાં આવેલ જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ શાહે દેરાસરના ઓફિસબોય સામે ૪૩ લાખની ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ઓફિસબોય સહિત ત્રણ આરોપીને ઝડપી લઈ ૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત ૭ તારીખે ટ્રસ્ટીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓફિસબોય કટકે કટકે જૈન દેરાસરમાં સ્થિત ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં કબાટના ખાનામાંથી ૪૩.૨૬ લાખની ચોરી કરી હતી ફરિયાદ અન્વયે એ.ડિવિઝન પોલીસનાં પીઆઈ જે.વી.વાઢીયા સહિતના સ્ટાફે બાતમી આધારે આરોપી રાજસ્થાનના ઓફિસબોય તનનું ભગવતીપ્રસાદ આમેટાને રાજસ્થાનથીઅને તેના બે મિત્રો આદિત્ય ઉર્ફે આદી ભીમરાવ રામને ઉત્તરાખંડથી અને સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને રાજકોટમાંથી ઝડપી લઈ ૨૮.૮૮ લાખની ચાંદી અને ૫ લાખની રોકડ સહિત કુલ ૩૩.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઓફિસબોય તનનું અલગ-અલગ સમયે ચાંદીની ચોરી કરી તેના બંને મિત્રોને આપતો હતો. જે બંને કમિશન લઈ તે ચાંદી વેચી નાખતા હતા