Loading Please Wait !!!
રાજકોટમાં જગદીશ વિશ્વકર્મા દ્વારા સ્વ.જનક કોટકને શ્રદ્ધાંજલિ અર્પણ

  • » ભાજપ પ્રદેશ અધ્યક્ષે શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

સીટી ન્યૂઝ@રાજકોટ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. જનકભાઈ કોટકના નિવાસસ્થાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુશ્કેલ અને દુખની ઘડીમાં તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી.

વિશ્વકર્માએ જણાવ્યું છે કે, સ્વ. જનકભાઈ કોટક પક્ષના એક નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધીની ભાજપની ભવ્ય યાત્રાના સાક્ષી રહ્યા હતા, પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલે.

  • સ્વ.જનકભાઈ કોટકના અવસાનથી ભાજપે જનસંઘ અને વિચારધારાના વાહક ગુમાવ્યા: અનિરુદ્ધભાઈ દવે

પ્રદેશ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જનસંઘના વરિષ્ઠ નેતા સ્વ. જનકભાઈ કોટકના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોકગ્રસ્ત કોટક પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, જનકભાઈનું અચાનક અવસાન એ રાજકોટ ભાજપ માટે ન પૂરી શકાય તેવી મોટી ખોટ છે અને પક્ષે એક નખશિખ પ્રમાણિક તથા તપસ્વી રાજપુરુષ ગુમાવ્યા છે. બાલ્યકાળથી જ રાષ્ટ્રવાદ અને રામ મંદિરના સંકલ્પ સાથે આરએસએસ તથા જનસંઘમાં જોડાયેલા જનકભાઈએ ૧૯૬૭માં ચીમનભાઈ શુક્લને ધાસસભ્ય બનાવવામાં અને ૧૯૮૦માં ભાજપની સ્થાપના બાદ પક્ષનો વ્યાપ વધારવામાં અથાક પરિશ્રમ કર્યો હતો. કોર્પોરેશનમાં વિવિધ હોદ્દાઓ પર રહીને પણ તેમણે હંમેશા સંવેદનશીલતા દાખવી લોકોના પ્રશ્નો ઉકેલ્યા હતા. તેમની આ નિષ્ઠા અને સેવાની સુવાસ રાજકોટના કાર્યકર્તાઓના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

  • જનકભાઈ કોટકના અચાનક અવસાનથી રાજકોટ ભાજપને મોટી ખોટ: મુકેશ દોશી

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી એ જનસંઘ ના વરિષ્ઠ આગેવાન અને શહેર ના પૂર્વ મેયર જનકભાઈ કોટક ને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી ને વટવૃક્ષ બનાવવામાં જનકભાઈ કોટક નો મહત્વનો ફાળો રહ્યો છે પૂર્ણ કાલીન કાર્યકર્તા તરીકેથી જાહેર જીવનની શરૂઆત કરનાર જનકભાઈ કોટક એક નીડર અને નિખાલસ નેતૃત્વ પ્રસ્થાપિત કર્યું હતું. આવા મહાપુરુષ ની અચાનક વિદાયથી ભાજપ અને રાજકોટની જનતાને મોટી ખોટ પડી છે અંત માં મેં જનકભાઈ કોટક ને શ્રદ્ધાંજલિ પાઠવતા શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી એ જણાવ્યું હતું.

  • જનકભાઈ કોટકે ભાજપને વટવૃક્ષ બનાવવામાં અથાક પરિશ્રમ કર્યો છે: ગોવિંદભાઈ પટેલ

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વિધાનસભા ૭૦ના પૂર્વ ધારાસભ્ય અને જુના જનસંઘી ગોવિંદભાઈ પટેલે રાજકોટ ના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન જનકભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે જનકભાઈ કોટક ના અચાનક અવસાન થી રાજકોટ શહેર ભાજપ એ એક મીસાવાસી અને જનસંઘી ગુમાવ્યા છે ત્યારે તેમના પરિવાર જનો ઉપર આવી પડેલ દુખ બે સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે. જનકભાઈ કોટક એ પોતાની યુવાની થી લઈ આજ સુધી હંમેશા ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે કાર્ય કર્યું છે તેઓ એ ક્યારેય પદ નું અભિમાન કર્યું નથી એટલે જ જનકભાઈ કોટક એ પદ થી નહીં પરંતુ, કડ થી નેતૃત્વ ના ગુણ ગ્રામ કર્યા હતા કટોકટી ના સમયે જેલવાસ ભોગવી એક મક્કમ મનોબળ સાથે રાજનીતિ ની શરૂઆત કરી હતી આમ અંતમાં ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.