Loading Please Wait !!!
'ભગવાન નરેન્દ્ર મોદી ચાલિસા' પઠન

  • બિહાર કિન્નર કલ્યાણ બોોર્ડના વાઈસ ચેરમેને PM મોદીને શ્રી રામના અવતાર ગણાવ્યા
  • દિલ્હીમાં 'નમઃ ભારત' નામના સંગઠને આયોજન કર્યું
  • આઝાદી પછી દેશમાં ટ્રાન્સજેસ્ટર સમુદાયને જે અધિકાર મળ્યો છે તે મોદીના કારણે મળ્યો છે

સિટી ન્યૂઝ @પટના

દિલ્હીમાં ગુરૂવારે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવી તેમની પૂજા કરવામાં આવી હતી અને તેમના પર બનાવવામાં આવેલી 'ભગવાન નરેન્દ્ર મોદી ચાલિસા' નો પાઠ કરવામાં આવ્યો હતો. આ વિવાદસ્પદ કાર્યક્રમમાં બિહાર સરકારના કિન્નર કલ્યાણ બોર્ડના વાઈસ ચેરમેન ડૉ. રાજન સિંહ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. રાજન સિંહ એ જ વ્યક્તિ છે જેમોજે તાજેતરમાં પટનામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાના હોલમાં નમ ભારત નામના સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ પર ભગવાન શ્રીરામની તસવીર પર વડાપ્રધાન મોદીનો ચેહરો સુપરઈમ્પોઝ કરીને બનાવાયેલી ફોટો મુકવામાં આવી હતી અને પૂરા ભક્તિભાવ સાથે ચાલિસાનું પઠન કરાયું હતું. જોકે, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ આયોજનથી પોતાને અલગ કરી લીધું છે અને જણાવ્યું છે કે હોલમાં ચાલી રહેલા આ ચોક્કસ કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણકારી નહોતી.

બિહાર કિન્નર કલ્યાણ બોર્ડના વાઈસ ચેરમેન ડૉ. રાજન સિંહે અગાઉ વડાપ્રધાન મોદીને ભગવાન શ્રીરામના અવતાર ગણાવીને બંનેને એકસમાન ગણાવ્યા હતા. મંદિર નિર્માતના કારણ અંગે તેમણે જણાવ્યું હતું કે, “આઝાદી પછી દેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને જે મોટો અધિકાર મળ્યો છે તે PM મોદીના કાર્યોથી મળ્યો છે. વર્ષ ૨૦૧૮ માં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ પસાર થવાને કારણે આજે બિહારમાં કિન્નર સમુદાયના લોકો સબ-ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે.

બિહાર રાજય કિન્નર બોર્ડની જાહેરાત

5 એક જમીન પર 112 કરોડના ખર્ચે PM મોદીને સમર્પિત મંદિર બનાવાશે

મંદિર નિર્માણમાં નાણાની કમી પડશે તો કિન્નર સમાજ પોતાના સોના-ચાંદીના દાગીના દાન કરશે

રાજન સિંહે અગાઉ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બિહાર રાજ્ય કિન્નર સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા ૨૯ July ના રોજ પટનામાં યોજાયેલી બેઠકમાં PM મોદીને સમર્પિત મંદિર નિર્માણનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ મંદિર અંદાજે ૧૧૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે, જેમાં માટે ૫ એકર જમીનની જરૂર પડશે. જમીનની ફાળવણી માટેનો પ્રસ્તાવ બિહાર સરકારના મંત્રીમંડળ સચિવાલયને મોકલી દેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે જમીન સંપાદન પૂર્ણ થતાં જ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. જો મંદિર નિર્માણમાં નાણાની કમી પડશે તો કિન્નર સમાજ પોતાના સોના-ચાંદીના દાગીના દાન કરશે. આ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ માટે બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને આમંત્રિત કરવાનું આયોજન કરાયું છે.