Loading Please Wait !!!
રાજકોટમાં કૂતરાની ગણતરી GPS સોફ્ટવેરથી થશે ?

=> સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મહાપાલિકાએ હજૂ કૂતરાની ગણતરી શરૂ નથી કરી
=> સરકારે રાજ્યની તમામ મહાપાલિકાઓને 100 દિવસમાં કૂતરાની વસ્તી ગણતરી કરવાનો આદેશ આપ્યો છે
=> રાજકોટમાં દરરોજ 120 લોકોને કૂતરા કરડી ખાય છે

 

સિટી ન્યૂઝ@ગાંધીનગર

સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને ૧૦૦ દિવસમાં કૂતરાની વસ્તી ગણતરી કરવા આદેશ આપ્યો છે. ત્યારે પાલિકાએ શહેરના રખડતા કૂતરાઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા આરંભી છે. આરોગ્ય વિભાગે વસ્તી ગણતરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી છે. આગામી મહિનામાં આ પ્રક્રિયા શરૂ થશે.

રખડતા કૂતરાના હુમલાની વધતી સંખ્યા અને હડકવાના ભયને ધ્યાનમાં રાખી સુપ્રિમ કોર્ટે આક્રમક અને ખતરનાક ગણાતા રખડતા કૂતરાઓને મૃત્યુ દંડ આપી શકાય છે તેવો આદેશ કર્યો છે. જેમાં જીપીએસ સિસ્ટમની મદદથી ૧૨થી ૧૫ લોકોની ટીમ શહેરમાં કૂતરાઓની ઓળખ કરી તેમની માહિતી એકત્ર કરાશે. હાલ શહેરમાં ૪૦ હજારથી વધુ રખડતાં કૂતરા છે. વસ્તી ગણતરી માટેની પ્રક્રિયા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક અંદાજ મુજબ બે મહિનામાં કામગીરી શરૂ થશે અને એક મહિનામાં વસ્તી ગણતરી પ્રક્રિયા પૂર્ણ થવાનો અંદાજ મૂકાયો છે.

શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં રોજિંદા સરેરાશ ૩૫ જેટલા કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે, જે આંકડો વર્ષે ૧૨ હજાર સુધી પહોંચે છે. મહત્વનું છે કે, ખસીકરણ કરવા છતાં કૂતરા કરડવાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નથી, જેથી જનતામાં ભારે નારાજગી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોના મુદ્દે આપવામાં આવેલા કડક આદેશ બાદ રાજકોટ કોર્પોરેશનનું તંત્ર આખરે સફાળું જાગ્યું છે અને એક્શન મોડમાં આવ્યું છે. કોર્ટના આદેશોનું પાલન કરવા માટે પાલિકા દ્વારા હવે રાજકોટના ચારેય ઝોનમાં અદ્યતન ડોગ શેલ્ટર હોમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રનો દાવો છે કે આ શેલ્ટર હોમ કાર્યરત થતાં જ રખડતા કૂતરાઓની સમસ્યા પર ઘણી હદ સુધી કાબૂ મેળવી શકાશે. છેલ્લા ૫ વર્ષમાં ૨૭૧૧૮ કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનો સત્તાવાર આંકડો મળ્યો છે. ખસીકરણ પાછળ દર વર્ષે અંદાજિત ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓને આદેશ જારી કર્યો છે અને હડકાયા કૂતરાઓને તુરંત જ ઈન્જેક્શન આપીને મારી નાખવાની પણ જાણ કરી છે.

સુપ્રિમ કોર્ટે કૂતરાના વધતા હુમલાને ગંભીર મુદ્દો ગણાવ્યો

=> GPS સોફ્ટવેરથી દર વોર્ડમાં કૂતરાની ગણતરી અને લોકેશન નોંધાશે

=> 100 દિવસમાં ચોક્કસ વસ્તી ગણતરી કરી રિપોર્ટ સરકારને આપવાનો રહેશે

=> વધશે પગલા સ્ટિરિલાઈઝેશન, રેસ્કયુ અને શેલ્ટર હોમની વ્યવસ્થા થશે

“ અમને સુપ્રિમ કોર્ટના આદેશની જાણ છે. હાલ સુધી કોઈ સત્તાવાર ગણતરી શરૂ કરવામાં આવી નથી. ” - મહાપાલિકા અધિકારી

=> નાગરિકોની સલામતી માટે ચોક્કસ ગણતરી પહેલી આવશ્યકતા

આ રીતે GPS સોફ્ટવેર મારફતે ગણતરી
=> વસ્તી ગણતરી કરતી સંસ્થા GPS સોફ્ટવેરની મદદ લેશે.

=> લોકેશનના આધારે લેન એટલે કે શહેરનો એક - એક કિમીનો એરીયા નક્કી કરશે.

=> ૧૨થી ૧૫ જણની ટીમ કૂતરાની સંખ્યા, તેના ફોટા તેમજ માદા, બચ્ચા સહિતની માહિતી એકત્ર કરી આંકડા નોંધાશે.

=> આ કામગીરી કરતા અંદાજિત ૧૫થી ૨૦ દિવસ થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટેશન સહિતની કામગીરી ૧ મહિનામાં પૂર્ણ કરી પાલિકાને સોંપશે