પાર્લેને 95 વર્ષ પૂર્ણ; દાદા-દાદીના જમાનાની બ્રાન્ડ આજે પણ સુપરસ્ટાર
- 1929માં શરૂઆત થઈ હતીઃ હવે IPO લાવવાની તૈયારી
- 17000 કરોડથી વધુનું ટર્નઓવર; દુનિયામાં સૌથી વધુ વેચાતી બિસ્કોટ બ્રાન્ડ બની પાર્લે-જી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ભારતની સૌથી મોટી બિસ્કિટ અને કન્ફેક્શનરી ઉત્પાદક કંપની પાર્લે પ્રોડક્ટ્સ (Parle Products) પોતાના વ્યવસાયિક પ્રવાસના ૯૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા છે. સ્વદેશી ચળવળ દરમિયાન વર્ષ ૧૯૨૯ માં શરૂ થયેલી પાર્લે કંપની માટે આ એક અત્યંત ऐतिहासिक અને પ્રેરણાदायी સીમાચિহ্ন સાબિત થયું છે.કંપની વર્ષગાંઠની ઉજવણી વચ્ચે કંપની માટે બીજો એક મોટો આનંદનો પ્રસંગ એ છે કે, પાર્લેની ચાર મુખ્ય બ્રાન્ડ્સએ સ્વતંત્ર રીતે વાર્ષિક ૧,૦૦૦ કરોડથી વધુ આવક મેળવવાની વિશિષ્ટ સિદ્ધિ પણ મેળવી લીધી છે.પારલે પ્રોડક્ટ્સના ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) મયંક શાહે કંપનીની આ લાંબી અને સફળ સફર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, કંપનીએ ગ્રાહકોને આપેલા
ગુણવત્તાના વચનો પૂરા કર્યા છે. પાર્લે પોતાના ઉત્પાદનોના પૅકેજિંગ, બ્રાન્ડ કમ્યુનિકેશન અને પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુશન (વિતરણ નેટવર્ક) માં સમયાનુસાર સતત નવીનતા લાવતું રહ્યું છે.આ જ ગતિશીલ અભિગમના કારણો અત્યંત સ્પર્ધાત્મક કંપનીઓ એફએમસીજી (FMCG) ક્ષેત્રમાં કંપનીઓની પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને દેશમાં ત્રાણ-ત્રણ પેઢીઓ
સાથે પોતાના અટૂટ સંબંધો જાળવી રાખ્યા છે.વર્ષ ૧૯૨૯માં સ્થાપના થયા બાદ છેલ્લા ૯૫ વર્ષથી પાર્લે સંપૂર્ણપણે ખાનગી અને ચૌહાણ પરિવાર દ્વારા સંચાલિત વ્યવસાય તરીકે ચાલી રહી છે. પરંતુ હવે બદલાતા આર્થિક યુગ સાથે કંપની પોતાની કોર્પોરેટ રૂપરેખા બદલવા જઈ રહી છે. પાર્લે પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં ભારતીય શેરબજારમાં પ્રવેશવા માટે
ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની યોજના ધડી રહી છે. અહેવાલો અનુસાર, કંપની આશરે $૧ બિલિયન (અંદાજે ૯,૩૫૦ કરોડ) મૂલ્યનો આઈપીઓ બજારમાં મૂકવા વિચારી રહી છે. જો આ આઈપીઓ બજારમાં આવશે, તો પાર્લે પ્રોડક્ટ્સનું કુલ માર્કેટ વેલ્યુએશન ૧ લાખ કરોડને વટાવી જવાની પૂરી શક્યતા છે.આ મેગા આઈપીઓ સંભાળવા માટે કંપનીએ કોટક મહિન્દ્રા કેપિટલ, એડિસસ કેપિટલ અને એચએસબીસી (HSBC) સિક્યોરિટીઝ જેવા અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકોને સલાહકાર તરીકે નિયુક્ત પણ કરી દીધા છે. જોકે, આઈપીઓ લાવવાની ચોક્કસ તારીખ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બજારના વિશ્લેષકોના મતે ૨૦૨૭ ની શરૂઆતમાં કંપની દલાલ સ્ટ્રીટ પર લિસ્ટ થઈ શકે છે.
પાર્લેની ચાર દિગ્ગજ બ્રાન્ડ્સ
-
પાર્લે-જી (Parle-G): દેશના ખૂણે-ખૂણે જાણીતું આ ગુલુકોઝ બિસ્કોટ આજે વાર્ષિક ૧૦,૦૦૦ કરોડથી પણ વધુની આવક ઉત્પન્ન કરે છે. તે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કોટ બ્રાન્ડનો વિશ્વવિક્રમ ધરાવે છે.
-
હાઇડ એન્ડ સીક (Hide & Seek): ભારતમાં પ્રીમિયમ ચોકલેટ ચિપ કુકીઝ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર આ બ્રાન્ડે વાર્ષિક ૧,૦૦૦ કરોડની કમાણીનો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે.
-
મોનાકો (Monaco): ખાસ અને સ્વેઝ્રી બિસ્કોટ સેગમેન્ટમાં મોનાકો દશકાઓથી અગ્રેસર રહ્યું છે અને તે પણ ૧,૦૦૦ કરોડના મેગા કલબમાં સામેલ થઈ ચૂક્યું છે.
-
મેલોડી (Melody): “મેલોડી ઇતની ચોકલેટી ક્યોં હૈ?” જેવા લોકપ્રિય સ્લોગન સાથે ઘર-ઘરમાં જાણીતી બનેલી આ ટોફી લાઇનનું વાર્ષિક ટર્નઓવર પણ ૧,૦૦૦ કરોડથી વધુ નોંધાયું છે.