Loading Please Wait !!!
સુરતમાં સગીરાની છેડતી બાદ ‘રણસંગ્રામ’: હજારોની ભીડે પોલીસ સ્ટેશન ઘેર્યું, આરોપી શેખ અઝીઝને લોકોએ જાહેરમાં બરાબરનો ફટકાર્યો

 

  • અલથાણ વિસ્તાર 3 કલાક સુધી બાનમાં- રિકન્સ્ટ્રક્શન સમયે પણ આક્રોશ; પોલીસના લાઠીચાર્જમાં SPG ના સભ્યો ઇજાગ્રસ્ત

  •  12 વર્ષની દીકરીની છેડતી કરનાર મહંમદ અઝીઝ ઝડપાયો- પોલીસ વાનમાંથી બહાર કાઢીને લોકોએ ચખાડ્યો મેથીપાક

  •  ટ્યુશનથી ઘરે જતી દીકરીની છેડતી કરનાર 35 વર્ષીય યુવકની શાન ઠેકાણે લાવી જનતા- અશાંતિ અને આક્રોશ વચ્ચે પોલીસનો બળપ્રયોગ

    સુરત: સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રે 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ હિંસક અને રાજકીય વળાંક લીધો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી પાટીદાર સમાજની દીકરીની મહંમદ અઝીઝ નામના શખ્સે છેડતી કરતા સગીરાએ બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કરતા પહેલા જ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.

    લોકોનો ગુસ્સો એટલો પ્રચંડ હતો કે પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી ત્યારે ભીડે આરોપીને વાનમાંથી બહાર ખેંચી ફરીથી માર માર્યો હતો. રાત્રિના સમયે અંદાજે 4000 થી વધુ લોકોના ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં SPG (સરદાર પટેલ ગ્રુપ) ના કેટલાક સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મજુરાની નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કેટલાક લોકો દ્વારા 'ભાજપ જિંદાબાદ' ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આનાથી હાજર રહેલી મહિલાઓ વિફરી હતી અને તેમણે સત્તાધારી પક્ષ સામે બંગડીઓ બતાવીને 'ભાજપ હાય હાય' ના નારા લગાવ્યા હતા. મહિલાઓનો આક્ષેપ હતો કે એક તરફ દીકરીઓ અસુરક્ષિત છે અને બીજી તરફ રાજકીય સૂત્રોચ્ચાર કરીને જનતાના આક્રોશને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    બીજા દિવસે પણ જ્યારે પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે લોકોમાં ફરીથી રોષ જોવા મળ્યો હતો. 3 કલાક સુધી અલથાણ વિસ્તાર અશાંત રહ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ છેડતીની આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.