Loading Please Wait !!!
સોમનાથ મંદિરનું પુનનિર્માણ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ : મોદી

સિટી ન્યૂઝ@ગોર સોમનાથ  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સોમનાથ અમૃત પર્વ 2026'માં હાજરી આપી હતી. તેમણે વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે સોમનાથ આગામી 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા છે અને તેનું પુનનિર્માણ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ હતો. આ પ્રસંગે વડાપ્રધાને 75 રૂપિયાનો સિક્કો અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. અગાઉ, હેલિપેડથી મંદિર સુધીના ભવ્ય રોડ-શોમાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જ્યાં 12 સાંસ્કૃતિક મંચ પરથી દેશભરના નૃત્યો રજૂ થયા હતા. મંદિરમાં મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા બાદ વાયુસેના દ્વારા શિખર પર પુષ્પવર્ષા કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.