રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતની રાજ્યસભાની ૧૧માંથી ખાલી પડેલી ૪ બેઠકો પર ૧૮ જૂને ચૂંટણી યોજાવાની છે, જેના માટે આજે (૮ જૂન) ઉમેદવારીનો અંતિમ દિવસ છે. ગુજરાતની ખાલી પડેલી ચારેય બેઠકો પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. ફોર્મ ભરતી સમયે ઉમેદવારોની સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સંભવિત જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. માનસિંહ પરમાર તો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પતા લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કોટે કી ટક્કર ચાલી હતી. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમારો હતા. ચૂંટણી પહેલાં સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ ૭૩ હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને ૭૨ હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા કરી અહીંના ધારાસભ્ય બન્યા હતા.
રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભાજપ દ્વારા રાજુ શુકલ, જીતેન્દ્ર કણજારિયા, ડો. મુકેશ રાઠવા અને માનસિંહ પરમારને ઉમેદવાર બનાય્યા છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે ૪૬ મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર ૧૨ ધારાસભ્યો છે. આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા સ્મીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ છે તે ચૈતરની જેમ યુવા અને હાઈલી એજ્યુકેટેડ છે.