લખનઉમાં આરએસએસ નેતા સહિત ત્રણની નિર્મમ હત્યા!
- પિસ્તોલની મેગેઝિન ખાલી કરી ફરી ફાયરિંગ કરાયું!
- દીકરી હાથ જોડીને પિતાનો જીવ માંગતી રહી!
- લખનઉ પોલીસ દ્વારા આરોપી ઋષભ શુક્લા ઝડપાયો!
સિટી ન્યુઝ @ લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઝાડ અને પાર્કિંગના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરએસએસ નેતા શિવા તિવારી સહિત ત્રણ લોકોની ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.
આ ઘટનાનો ૨ મિનિટ અને ૫૬ સેકન્ડનો એક હચમચી નાખનાર લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં આરોપી ઋષભ શુક્લા પિસ્તોલથી આડેધડ ગોળીઓ ચલાવતો સ્પષ્ટપણે નજરે પડે છે.
વિવાદની શરૂઆત શિવા તિવારીના પુત્ર સુયશ અને આરોપી વચ્ચે બોલાચાલીથી થઈ હતી, ત્યારબાદ આરોપીએ ઉશ્કેરાઈને સુયશ, શિવા તિવારી અને તેમના ભાઈ શિવેન્દ્ર પર એક પછી એક ગોળીબાર કર્યો હતો.
ગોળીબાર દરમિયાન મૃતકોની દીકરી સુમેધા આરોપી સામે હાથ જોડીને પિતાનો જીવ બચાવવા માટે આજીજી કરતી રહી હતી, પરંતુ નિર્દય આરોપીએ મેગેઝિન ખાલી થયા બાદ બીજી મેગેઝિન લોડ કરીને ફરીથી ફાયરિંગ કર્યું હતું.
આ અત્યંત ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર પહોંચીને મુખ્ય આરોપી ઋષભ શુક્લા તથા તેના પરિવારના સભ્યોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય બાબતોમાં વધતી હિંસા અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો
લખનઉમાં બનેલી આ ત્રિપલ મર્ડરની ઘટના માનવ સ્વભાવમાં વધતી અસહિષ્ણુતા અને બદલાની હિંસક ભાવનાનું અત્યંત શરમજનક અને દર્દનાક ઉદાહરણ છે. ઓટલા બનાવવા અને કાર પાર્ક કરવા જેવા તુચ્છ વિવાદમાં ત્રણ-ત્રણ જિંદગીઓ હોમાઈ જવી અને તે પણ લાઈવ કેમેરા સમક્ષ બનવું એ કાયદાના ડરના અભાવને સ્પષ્ટ કરે છે. પરિવારની મહિલાઓ અને નાની દીકરીની આજીજી પણ જ્યારે હત્યારાનું હિલહાલ ન પગાડી શકી, ત્યારે તે સામાજિક સંવેદનાના પતન તરફ ઈશારો કરે છે. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પ્રશાસને માત્ર આરોપીઓની ધરપકડ પૂરતું મર્યાદિત ન રહેતા માનસિક સ્તરે સુધારાત્મક પગલાં અને કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.