Loading Please Wait !!!
કુખ્યાત ગેંગસ્ટર હેરી બોકસરની અમેરિકામાં ધરપકડ!

  • લોરેન્સ બિશ્નોઈ ગેંગને વિદેશની ધરતી પર મોટો ફટકો!
  • બોલિવૂડમાં ખંડણી અને ફાયરિંગ કરનાર માફિયા ઝડપાયો!
  • સલમાન ખાન અને રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

બોલિવૂડમાં ખંડણીનું સામ્રાજ્ય ચલાવતા અને અસંખ્ય ધમકીઓ આપતા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક અન્ય ખૂંખાર માફિયા હેરી બોકસરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હોવાના મોટા અહેવાલ સામે આવ્યા છે, જે બિશ્નોઈ ગેંગ માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.

હાલમાં જ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલી ફાયરિંગની કોશિશ બાદ બિશ્નોઈ ગેંગ ફરી એકવાર ચર્ચામાં આવી હતી, અને આ ગેંગના નેટવર્ક હેઠળ હેરી બોકસર અમેરિકા, કેનેડા તેમજ ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યો હતો.

કેનેડામાં પ્રખ્યાત અભિનેતા તથા સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માના રેસ્ટોરાં પર થયેલા ગોળીબારની ઘટનામાં પણ હેરી બોકસરનું નામ મુખ્યરૂપે બહાર આવ્યું હતું અને તેણે મુંબઈમાં સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસ્થાન બહાર થયેલા ગોળીબારની જવાબદારી પણ સ્વીકારી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં પણ આ કુખ્યાત શખ્સની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું અને તેની સામે ભારતના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર અપરાધો નોંધાયેલા છે.

અમેરિકામાં હેરી બોકસરની આ ધરપકડથી આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય અસામાજિક તત્વો અને ગેંગસ્ટરો પર લગામ કસવામાં ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ અને વૈશ્વિક સુરક્ષા સહયોગ

જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ગુનેગારો વિદેશી ધરતી પરથી ભારતમાં ખંડણી, ભય અને હિંસાનું સામ્રાજ્ય ચલાવતા હોય છે, ત્યારે વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને ઇન્ટરપોલ વચ્ચેનો પરસ્પર સહયોગ અત્યંત અનિવાર્ય બની જતો હોય છે. આવા કુખ્યાત માફિયાઓની ધરપકડથી સંગઠિત અપરાધના નેટવર્કને ઊંડો ફટકો પડે છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બને છે.