Loading Please Wait !!!
ઇરાનમાં ગાયિકા પરસ્તુ અહમદીને 74 કોરડાની સજા!

હિજાબ પહેર્યા વિના સ્ટેજ પરફોર્મન્સ બદલ કઠોર કાર્યવાહી!

ગાયિકાની ટીમના ચાર સભ્યોને પણ 74-74 કોરડા!

બેન્ડ પર સંગીત ગતિવિધિ અને વિદેશ પ્રવાસ પ્રતિબંધ!

સિટી ન્યુઝ @ તહેરાન 

ઇરાનની ખ્યાતનામ ગાયિકા પરસ્તુ અહમદી અને તેની ટીમના ચાર સભ્યોને સ્ટેજ પર હિજાબ પહેર્યા વિના પરફોર્મન્સ કરવા બદલ ક્યોમ શહેરમાં જાહેરમાં 74-74 કોરડા મારવાની સજા આપવામાં આવી છે.

બે વર્ષ પહેલાં દક્ષિણ ઇરાનના કોમ શહેરમાં પરસ્તુ અહમદી અન્ય ગાયકો સાથે હિજાબ પહેર્યા વગર પરફોર્મ કરતી જોવા મળી હતી, જેના પગલે તેની ધરપકડ કરાઈ હતી અને ગાયિકા તથા સમગ્ર બેન્ડ પર સંગીત સાથે સંલગ્ન કોઈપણ ગતિવિધિમાં ભાગ લેવા અને ઇરાન બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

પશ્ચિમી દેશોની સરકારો તથા માનવ અધિકાર જૂથોએ કોરડા મારવાની સજાને આંતરરાષ્ટ્રીય કાનૂનના ઉલ્લંઘન સમાન ગણાવી તેની ઉગ્ર ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે ફરજિયાત હિજાબ પહેરવાના ઇરાનના કાયદાના વિરોધમાં અગાઉ મહિલાઓ અને પુરુષો દ્વારા ઉગ્ર પ્રદર્શનો થયા હતા અને મહસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ બાદ વિરોધ તેજ બન્યો હોવા છતાં આ કાયદો યથાવત્ રાખવામાં આવ્યો છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, કાયદાકીય કડકાઈ અને માનવ અધિકાર ચર્ચા

કલાકારો પરના પ્રતિબંધો અને શારીરિક સજાની જોગવાઈઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે ગંભીર ચર્ચા જગાવે છે. વૈશ્વિક સંગઠનો આવી કાર્યવાહી સામે કાનૂની ધોરણોના પાલનની માંગ ઉઠાવે છે.