Loading Please Wait !!!
ધ્રોળ નજીક ઉંડ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું!

  • ખાણ-ખનિજ વિભાગે સાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો!
  • હિટાચી, લોડર અને ડમ્પર સહિતના સાધનો કબજે!
  • જપ્ત કરાયેલ મુદ્દામાલ પ્લાન્ટ પર સોંપવામાં આવ્યો!

સિટી ન્યુઝ @ જામનગર 

જામનગર જિલ્લાના ધ્રોળ નજીક ઉંડ નદીના પટ્ટામાં ચાલતા ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે ખાણ-ખનિજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.

વિભાગની ટીમે ઓપરેશન હાથ ધરીને સ્થળ પરથી મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે ખનનને પકડી પાડ્યું છે અને આશરે રૂ. 60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પરનો સમાવેશ થાય છે, જેનો ખાણ-ખનિજ વિભાગ દ્વારા કાયદેસરનો કબજો લેવામાં આવ્યો છે.

વિભાગે આ તમામ જપ્ત કરાયેલા સાધનોને પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે સુરક્ષિત રીતે સોંપ્યા છે અને નિયમો મુજબ આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ તપાસ અને દરોડાની કામગીરીમાં ખાણ-ખનિજ વિભાગના નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતના અધિકારીઓની ટીમ સક્રિયપણે જોડાઈ હતી.

ધ્રોળમાં ગેરકાયદે રેતી ખનન અને કુદરતી સંપત્તિ પર તરાપ

જામનગરના ધ્રોળ પાસે ઉંડ નદીના પટ્ટામાંથી ગેરકાયદે રેતી ખનન પકડાવું એ નદીના કુદરતી અસ્તિત્વ અને પર્યાવરણ સામે ચાલી રહેલા ખતરાની પોલ ખોલે છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા હિટાચી, લોડર અને ડમ્પર જેવા ભારે વાહનો સાથે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની આ કાર્યવાહી આવકારદાયક છે, પરંતુ નદીઓના પેટાળમાંથી બેફામ રેતી ચોરી કરતા તત્વો સામે માત્ર ક્યારેક જ થતા દરોડા પૂરતા નથી. કુદરતી સંપત્તિના આડેધડ ધોવાણને કાયમી ધોરણે અટકાવવા માટે તંત્રએ આવા રેતી માફિયાઓ સામે વધુ સઘન, કડક અને દાખલારૂપ પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.