ગુજરાતમાં 24 સભ્યોની મધ્યસ્થી સમિતિની રચના કરાઈ!
- કોર્ટમાં કેસ પહોંચે તે પહેલાં સમાધાનનો પ્રયાસ!
- 'મિડિયેશન એક્ટ-2023' હેઠળ સમિતિ કાર્યરત કરવામાં આવશે!
- 24 સભ્યોને 40 દિવસની ખાસ તાલીમ અપાઈ છે!
સિટી ન્યુઝ @ અમદાવાદ
કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા અને વિવાદો કોર્ટમાં પહોંચે તે પહેલાં જ સમાધાન થાય તે માટે 'મિડિયેશન એક્ટ-2023' હેઠળ ગુજરાતમાં 24 સભ્યોની વિશેષ મધ્યસ્થી સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના વ્યક્તિઓની પસંદગી કરી 40 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી છે, તેમજ મધ્યસ્થી પ્રક્રિયામાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવી પડશે અને આગામી સમયમાં આ વ્યવસ્થા દેશભરમાં લાગુ કરાશે.
સમાધાન થયા બાદ બંને પક્ષો પાસે એફિડેવિટ પર લખાણ કરાવી સહી-સિક્કા સાથે કોર્ટમાં મોકલાશે, જેના આધારે કોર્ટ અંતિમ આદેશ કરશે, જ્યારે નાના નગરો અને ગ્રામીણ કોર્ટના લાંબા સમયથી હિયરિંગ પર ન આવતા કેસો 1 મહિનામાં ઉકેલવા સમિતિને સોંપાશે.
અગાઉ જર્મની, જાપાન, ઈટાલી, નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ અને સ્લોવેનિયામાં સફળ રહેલી આ પદ્ધતિથી બ્રિટનમાં 92 ટકા, સિંગાપોરમાં 89 ટકા અને ઑસ્ટ્રેલિયામાં 66 ટકા કેસોમાં કોર્ટ પહેલાં સમાધાન થતું હોવાની વિગત રજૂ કરાઈ છે.
મધ્યસ્થી વ્યવસ્થા, ઝડપી નિકાલ અને ન્યાયિક ભારણ
પૂર્વ-ન્યાયિક મધ્યસ્થી પક્ષકારોને સમય અને ખર્ચ બચાવી પરસ્પર સંમતિથી વિવાદ ઉકેલવાનો માર્ગ આપે છે. આ પ્રક્રિયા અદાલતો પરનો કેસોનો બોજ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.