Loading Please Wait !!!
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર: ‘આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે, નદી-ડેમ છલોછલ થઈ જશે’, રમણિક વામજાની આગાહી

 

  • અખાત્રીજના પવનની દિશાએ આપ્યા સારા ચોમાસાના સંકેત; 50 થી 55 દિવસ સુધી મેઘરાજા જમાવટ કરશે

  •  18 મે થી માવઠાના એંધાણ; કપાસના પાકમાં જોખમ, મગફળી અને સોયાબીન પકવતા ખેડૂતોને થશે મોટો ફાયદો

  •  પશ્ચિમ અને વાયવ્યના પવને જન્માવી આશા; હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ ખેતીને આપશે જીવનદાન

    સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬ નું ચોમાસું આશાસ્પદ રહેવાના સંકેતો મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકના વતની અને છેલ્લા ૩૫ વર્ષથી પવનની ગતિ તથા ખગોળ વિદ્યાના આધારે વરસાદનું અનુમાન લગાવતા રમણિકભાઈ વામજાએ આ વર્ષ માટે મહત્વની આગાહી કરી છે. અખાત્રીજના દિવસે પવનની દિશા પશ્ચિમ અને વાયવ્ય રહેતા તેમણે સારા અને લાંબા ચોમાસાનો વરતારો આપ્યો છે.

    ચોમાસાનો કાર્યકાળ અને નક્ષત્રોની ચાલ આગાહીકાર રમણિક વામજાના જણાવ્યા મુજબ, આ વર્ષે વરસાદની શરૂઆત વહેલી થશે. ૧૮ મેના રોજ કૃતિકા નક્ષત્રમાં માવઠું પડવાની શક્યતા છે, જ્યારે મુખ્ય ચોમાસું અંદાજે ૫૦ થી ૫૫ દિવસ સુધી સક્રિય રહેશે. જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે, જેના કારણે સૌરાષ્ટ્રની નદીઓ અને ડેમ છલોછલ થઈ જશે. ભાદરવા મહિનાના અંતમાં હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતા પાકોને નવું જીવન મળશે, પરંતુ નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રનો વરસાદ ચિંતા વધારી શકે છે.

    ખેડૂતો માટે પાક સલાહ રમણિકભાઈએ ખેડૂતોને પાકની પસંદગી બાબતે સાવધ રહેવા સૂચન કર્યું છે. આ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને આર્થિક ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, કપાસના વાવેતરમાં સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે નવરાત્રી દરમિયાન પડનારો વરસાદ અને જીવાતનો ઉપદ્રવ કપાસના પાકને નુકસાન પહોંચાડી શકે છે.