Loading Please Wait !!!
ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

  • 18મી જૂને ગુજરાતમાં ચૂંટણી નહીં યોજાય
  • ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની એક પણ બેઠક નહીં

 

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરૂર નહીં રહે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે, રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ ૧૧ બેઠકો પર ભાજપના ઉમેદવાર હશે. ગુજરાતમાં

રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો રાજેશ (રાજુલા) શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારીપત્રો પરત

ખેંચવાના અંતિમ દિવસે કોઈપણ વિરોધ પક્ષે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હોવાથી ચૂંટણી અધિકારીએ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. પરિણામે હવે ૧૮ જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાશે નહીં.