હાઇકોર્ટે વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયાને આકરા ખખડાવ્યા!
- હાઇકોર્ટે વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયાને આકરા ખખડાવ્યા!
- જ્યુડિશિયલ ઓફિસર વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ ઝાટકણી!
- કાયદાની અવગણના કરીને NA મંજૂરીના કેસમાં તરંગી નિર્ણયો
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે જમીન NA (બિનખેતી) ની મંજૂરીના કેસમાં સોગંદનામું કરીને જ્યુડિશિયલ ઓફિસર વિરુદ્ધ પાયાવિહોણા તથ્યો અને આક્ષેપો મૂકનારા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાનો આકરો ઉધડો લીધો છે.
સુનાવણી દરમિયાન કલેક્ટરને વર્ચ્યુઅલી હાજર રાખીને ખખડાવવામાં આવ્યા હતા અને સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના ઉચ્ચ અધિકારી ટી. નટરાજનને પણ બોલાવીને કલેક્ટરની અવારનવારની મનસ્વી વર્તણૂકથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે કલેક્ટર અનિલ ધામેલીયા કાયદાઓની અવગણના કરીને અને પોતાના તરંગી વિચારોનો ઉપયોગ કરીને NA અરજીઓમાં કેઝ્યુલ તથા મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે, જે વહીવટી તંત્ર માટે અયોગ્ય છે.
હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી અને સોગંદનામાની બાબતોને ગંભીરતાથી લઈને GAD ના એડિશનલ ચીફ સેક્રેટરીને કલેક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવા માંગે છે તેની સ્પષ્ટતા આગામી 27 નવેમ્બરની સુનાવણીમાં કરવાનો હુકમ કર્યો છે.
આ આખો મામલો વહીવટી અધિકારીઓની જવાબદારી અને ન્યાયતંત્ર પ્રત્યેની મર્યાદાઓ પર ગંભીર સવાલો ખડા કરે છે, ત્યારે હવે સરકાર દ્વારા કલેક્ટર સામે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
વડોદરા કલેક્ટર વિરુદ્ધ હાઈકોર્ટની લાલઆંખ અને GADને આદેશ
જમીન NA મંજૂરીના વિવાદાસ્પદ મામલામાં વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયા દ્વારા જ્યુડિશિયલ ઓફિસર વિરુદ્ધ સોગંદનામામાં ખોટા આક્ષેપો કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી છે. કલેક્ટરની મનસ્વી કાર્યશૈલી અને કાયદાની અવગણના સામે હાઈકોર્ટ દ્વારા GAD પાસે કલેક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આ કડક વલણ વહીવટી અધિકારીઓમાં નિયમોનું પાલન અને ન્યાયતંત્રની મર્યાદા જાળવવાની અનિવાર્યતાને સ્પષ્ટ કરે છે.