Loading Please Wait !!!
પિયર જવાનું કહી પત્ની હોટલ પહોંચી, જાણ થતા કારખાનેદારને પૂર્વ GRDએ ધમકી આપી

પોલીસની હાજરીમાં ધમકી છતાં વેપારીને 10 દિવસ ધક્કા ખવડાવ્યાનો આક્ષેપ; ભક્તિનગર પોલીસે અંતે ગુનો નોંધ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

શાપર-વેરાવળમાં રહેતા અને કા5ાશીવાળી રોડ પર કારખાનું ચલાવતા વેપારીની પત્ની પિયર જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ મિલપરાની હોટલમાં પહોંચી હતી. પત્નીના મોબાઈલમાં મેસેજ વાંચ્યા બાદ પીછો કરતા વેપારીએ પોલીસને જાણ કરી હોટલમાં તપાસ કરતાં ત્યાં હાજર પૂર્વ GRD જવાને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ બાદ ફરિયાદ નોંધાવવા વેપારીને ૧૦ દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા

રવિન્દ્રભાઈ કારેલિયા ગોંડલ રોડ નજીક કારખાનું ચલાવે છે. તેમણે પત્નીના મોબાઈલમાં મેસેજ ચેક કરતાં તે કોઈને મળવા જવાની હોવાની જાણ થઈ હતી. બાદમાં પત્ની પિયર જવાનું કહી ઘરેથી નીકળતાં રવિન્દ્રભાઈએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન પત્ની નંબર પ્લેટ વગરની કારમાં

બેસીને મિલપરા વિસ્તારમાં આવેલી આર.આર. પેલેસ હોટલ ખાતે પહોંચી હતી. અાઢી વેપારીએ પોલીસને જાણ કરી અને પોલીસ સાથે હોટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં પૂર્વ GRD નિલેષ જલુ હાજર હતો. ફરિયાદ મુજબ, નિલેષે પોલીસ સાથેના સંબંધોનો

રોદ જમાવી વેપારી સાથે ઉગ્ર બોલાચાલી કરી. ફરિયાદીએ પૂછપરછ કરતાં તેઓ ઉદ્દત વર્તન કરી ગાળો ભાંડી હતી અને “હવે તું ફરિયાદ કરી લેજે કેમ થાય છે, તારે થાય તે કરી લેજે, તને મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નિલેષ જલુ સોશિયલ મીડિયા પર હથિયારો અને પોલીસ સ્ટાફ સાથેના ફોટા મૂકતો હતો તેમજ હોટલમાં રજીસ્ટર એન્ટ્રી વગર હાજર હતો. ૧૧૧ની પોલીસ ટીમની હાજરીમાં જ જાનથી મારી નાખવાની ધમકી મળતાં વેપારી ડરી ગયો હતો. જોકે, પોલીસે ફરિયાદ કરવી હોય તો પોલીસ મથકે આવવાનું કહી સ્થળ પરથી રવાના થઈ હોવાનું જણાવ્યું છે.

28 જુલાઈનો બનાવ, 10 દિવસ બાદ ગુનો નોંધાયો

આ બનાવ ૨૮ જુલાઈના રોજ બન્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, ગંભીર ધમકીના બનાવ છતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો નોંધવાને બદલે તેને સતત ૧૦ દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવ્યા હતા, જેના કારણે તેને માનસિક હેરાનગતિ થઈ હતી. આખરે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી પૂર્વ GRD નિલેષ જલુ સામે કાર્યવાહી હાથ ધરી છે.