Loading Please Wait !!!
મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂા.11નો વધારો

કારખાના બંધ થવાના સંકેત

સિટી ન્યૂઝ@રાજકોટ

મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે આગળ ખાઈ અને પાછળ કુવા જેવો ઘાટ સર્જાયો છે કેમ કે, નેચરલ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ચાલુ મહિને નેચરલ ગેસના ભાવમાં ૧૧ રૂપિયાનો પ્રતિ ક્યુબિક ગિતરે ભાવ વધારો કરવામાં આવેલ છે. જેથી કરીને ઉદ્યોગકારોએ પોતાના કારખાનામાં મોંઘા ભાવનો નેચરલ ગેસ અથવા તો પ્રોપેન ગેસ વાપરીને કારખાના કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે કેમ કે, હાલમાં લોકલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટાઈલ્સની ડિમાન્ડ ન હોવાથી માલ વેંચપો કોને તે પ્રશ્ન છે.અને જો આવીને આવી સ્થિતિ રહી તો સંભવતઃ આ મહિનામાં ઘણા બધા સિરામિક કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નથીમોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીક ઉદ્યોગ પથરાયેલો છે અને ત્યાં બનતી સિરામિક પ્રોડક્ટને દેશના દરેક રાજ્યમાં તથા વિદેશમાં મોકલવામાં આવતી હોય છે જોકે ઈરાન

અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું ત્યાર પછ્હીથી મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી શરૂ થઈ હોય હેવો ઘાટ સર્જ્યો છે કારણા કે ઈંધણ તરીકે વપરાતો નેચરલ અને પ્રોપેન ગેસની પહેલા બે મહિના સુધી સપ્લાય કપ્પ થઈ ગઈ હતી. જેથી ઉદ્યોગ બંધ થઈ ગયો હતો ત્યારબાદ નેચરલ અને પ્રોપેન ગેસના ભાવમાં લાકડા જેવો વધારો કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગને મોંઘા ભાવનો ગેસ લઈને શરૂ કર્યો હતો અને ત્યારે માલ મહિના સુધી માર્કેટમાં આવેલ ન હોવાથી ડિમાન્ડ હતી પરંતુ હાલમાં ઉદ્યોગકારોને ટકવું કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે.