Loading Please Wait !!!
મોરબીના આંદરણા ગામે ૭.૩૬ લાખની ચોરી કરનાર એમપી ગેંગના બે શખ્સો ઝડપાયા!

 

  • કમલેશ બોરાણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • વાંકડા રોડ પર નવા બનતા કારખાનાઓ સામે મજૂરી કામ કરતા હતા આરોપીઓ.

  • સમરસિંગ દેવકા અને સુરેશ દેવકા નામના ઇસમોની પોલીસે ધરપકડ કરી છે.

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી, મોરબીના આંદરણા ગામે થયેલી ૭.૩૬ લાખ રૂપિયાની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશની એક ગેંગના બે સાગરીતોને ૪.૫૩ લાખ રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આંદરણા ગામના કમલેશ બોરાણાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ગત ૧૭ જુલાઈએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી લીધો હતો.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે વાંકડા રોડ પર ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતા પરપ્રાંતીય શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે. જેના આધારે પોલીસે સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંહ દેવકા અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં અંતરસિંગ સદનસિંગ મકવાણા, રમેશ કાલુસિંહ દેવકા અને દિલીપ માના અનારેના નામ પણ ખુલ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, ચેન, વીંટી અને ચાંદીના કડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓ લાંબા સમયથી મોરબીમાં મજૂરી કામ કરતા હતા અને દિવસ દરમિયાન રસ્તાઓ પર રેકી કરીને રાત્રે ચોરી કરતા હતા.