Loading Please Wait !!!
ગૌચરમાં દબાણના કારણે ગાય બાદ હવે નીલગાય પ્લાસ્ટિક ખાવા મજબુર


રાજકોટ શહેર અને જીલ્લામાં ગૌચરની જમીન પર દબાણના કારણે ગાય તથા વન્યજીવો ન્યુસન્સ પોઈન્ટ પર કચરો ખાતા જોવા મળે છે.ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ પર અવધ ઢાળ પાસે સરકારી ખરાબમાં રોઝ્ડું (નીલ ગાય ) પોતાના પરિવાર સાથે પ્લાસ્ટિકનો કચરો ખાતા જોવા મળી હતી. આ તસ્વીર પરથી સ્પષ્ટ થાય છે કે શેડ્યુલ ૩ માં આવતા નીલગાયને હવે માનવી કરતા પ્લાસ્ટિકથી વધુ ખતરો છે.