Loading Please Wait !!!
ઈન્ડોનેશિયામાં સોનાની ખાણમાં પાણી ભરાતા 8ના મોત!

  • 100 મીટર ઊંડી ખાણમાં 18 શ્રમિકો ફસાયાની આશંકા!
  • મૂશળધાર વરસાદથી બોગોરના પૌંગકોર વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ!
  • પંપ વડે પાણી ઉલેચી રેસ્ક્યૂ કામગીરી તેજ કરાઈ!

    સિટી ન્યુઝ @ જેકારતા

    ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતમાં રાજધાની જેકારતાથી આશરે 60 કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં મૂશળધાર વરસાદને કારણે 100 મીટર (328 ફૂટ) ઊંડી સોનાની ખાણમાં પાણી ભરાઈ જતાં 8 કામદારોના મોત થયા છે, જ્યારે 18 જેટલા શ્રમિકો હજુ અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

    જેકારતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની મુખ્ય શાફ્ટમાં ભરાયેલા પાણી પંપ દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સાંકડો પ્રવેશદ્વાર, લપસણો રસ્તો, કાદવ-કીચડ અને અંધારાને કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની છે.

    બીજી તરફ ઈન્ડોનેશિયાની સ્ટેટ માઈનિંગ કંપની 'અંતમ' (Antam) એ સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત ખાણ તેમની નથી પરંતુ ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચાલતી હતી, જ્યારે દુર્ગમ વિસ્તારોમાં આવા અનધિકૃત ખનનને કારણે અગાઉ પણ અકસ્માતો નોંધાયા છે.

    અનધિકૃત ખનન, વરસાદી જોખમ અને રેસ્ક્યૂ પડકારો

    દુર્ગમ પહાડી વિસ્તારોમાં સુરક્ષા માપદંડો વિના ચાલતી અનધિકૃત ખાણોમાં વરસાદ અને ભૂસ્ખલન જીવલેણ જોખમ ઊભું કરે છે. ઊંડી શાફ્ટ અને સાંકડા માર્ગો આપત્તિ સમયે બચાવ કામગીરીને અત્યંત કઠિન બનાવે છે.