Loading Please Wait !!!
ભાજપ ધારાસભ્યએ કોંગ્રેસ માટે `મત' માગ્યા?

  • વાંકાનેરના જીતુ સોમાણીના વાઈરલ વીડિયોથી રાજકારણમાં ખળભળાટ
  • જીતુ સોમાણીએ વીડિયોમાં કહ્યું ``તમારુ કામ થઈ જશે પણ કોંગ્રેસને મત આપજો''
  • મને બદનામ કરવાની સાજિશ; જીતુ સોમાણીનો દાવો, વીડિયો પાછળ કોંગ્રેસનો હાથ
  • જીતુ સોમાણીના કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપની હાર થઈ હોવાની ચર્ચાઓથી બજાર ગરમ
  • કોંગ્રેસન 15 બેઠક જીત્યું, ભાજપ 8 બેઠક જીત્યું
  • વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી હતી 
  • એક બેઠક ઉપર અપક્ષની જીત થઈ હતી


સિટી ન્યૂઝ@મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર-કુવાડવા બેઠકના ભાજપ ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાની વાત કરતા જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ "તમારું કામ થઈ જશે, પણ કોંગ્રેસને મત આપજો" એવું કહેતા સંભળાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિરોધીઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે, આ વીડિયો ચૂંટણી પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયો મુદ્દે ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે દાવો કર્યો કે વીડિયો ઉતારનાર વ્યક્તિ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને તેમને બદનામ કરવાની નીતિ હેઠળ ટીખળ કરવા આવ્યો હતો. જીતુ સોમાણીએ કહ્યું કે કોંગ્રેસી કાર્યકર્તા જાણબૂઝીને વાતચીતનો વીડિયો બનાવી તેને વાયરલ કરી રહ્યો છે.