39.2 C
Ahmedabad
Thursday, June 5, 2025
spot_imgspot_imgspot_img

UGVCL ધોળકા ખાતે કર્મચારીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો


 

ધોળકા ખાતે UGVCLના કર્મચારી વિષ્ણુભાઈ ઠાકોરના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમારંભ ધોળકા ટાઉનમાં આવેલ UGVCL કચેરી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે UGVCL ના અધિક્ષક ઇજનેર ધર્મેશ સાહેબ, નાયબ ઇજનેર ગામીત સાહેબ, ગ્રામ્ય વિભાગના નાયબ ઈજનેર કે. આર. પટેલ, અને ઇજનેર વિનય વિભાકર સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, વિષ્ણુભાઈ ઠાકોરે તેમની નોકરી દરમિયાન કરેલા ઉત્કૃષ્ટ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. UGVCL ના તમામ કર્મચારીઓએ વિષ્ણુભાઈ ઠાકોરને તેમની ભવિષ્યની સફર માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આજના આ વિદાય સમારંભે વિષ્ણુભાઈ ઠાકોરના સેવાભાવી કાર્યોની યાદ તાજી કરી, અને સૌએ તેમને ભાવભીની વિદાય આપી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -