ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે તા. ૧૩-૦૯-૨૦૨૩ના રોજ ૬૬૦ લાભાર્થી, બીજા દિવસે તા. ૧૪-૦૯-૨૦૨૩ના રોજ ૮૫૦ લાભાર્થી અને આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૪૨૪ લાભાર્થીઓ સહીત કુલ ૧૯૩૪થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોના બહોળા પ્રતિસાદને કારણે આગામી બે દિવસ તા. ૧૬-૦૯-૨૦૨૩ અને તા. ૧૭-૦૯-૨૦૨૩ના રોજ પણ કેમ્પ ચાલુ રહેશે.
વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોના બહોળા પ્રતિસાદને કારણે આગામી બે દિવસ માટે શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ડૉ.આંબેડકર ભવન, ઢેબર રોડ, રાજકોટ ખાતે સમય સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે. બાકી રહી જતા નાગરિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર લોન ફોર્મ ભરાયેલ લાભાર્થીઓનાં લોન મંજુરી માટે રાજકોટ મહાનગરપાલિકા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ.