24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

PMSVANidhi યોજના અંગે શહેરની તમામ બેંકોનાં રીઝ્યોનલ ઓફિસર સાથે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ


રાજકોટ: ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર રૂ.૧૦,૦૦૦/-, રૂ.૨૦,૦૦૦/-, રૂ.૫૦,૦૦૦/- ની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓની મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા.૧૭/૦૮/૨૦૨૩નાં રોજ રાજકોટ શહેરની તમામ બેંકોનાં રીઝ્યોનલ ઓફિસર સાથે સેન્ટ્રલ ઝોન, મીટીંગ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત તમામ બેંકોનાં પ્રતિનિધિઓને પી.એમ.સ્વનિધી યોજના ભારત સરકારશ્રીની અતિ મહત્વાકાંક્ષી યોજના હોય બેંક લેવલે પેન્ડીંગ અરજીઓ સત્વરે મંજુર કરી જે તે લાભાર્થીઓનાં ખાતામાં જમા થાય અને મંજુર અરજીઓ પ્રગતિ પોર્ટલ ઉપર પણ તાત્કાલિક દર્શાવવાસંબધિતબેંકોનેશાખાનેજણાવવાસુચના આપેલ હતી સાથોસાથ રીજેક્ટ કરાયેલ અરજીઓ ફરીથી પીકઅપ કરી મંજુર કરવા તમામ બેન્કર્સને જણાવેલ હતું. તદુપરાંત ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓનુ બેંકો દ્વારા ડીજીટલ ઓન બોર્ડીંગ થાય તેમજ તેઓને કેશ બેકનો લાભ મળી રહે તે માટે પણ પ્રયત્નો કરવા જણાવેલ હતું. સાથોસાથ આયોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરમાં છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી લોન અરજીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોય મહતમ ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે બેંક લેવલે પણ પ્રયત્નો કરાવવા જણાવેલ હતું. સાથોસાથ પ્રથમ તબક્કાની લોનમાં સિબિલ સ્કોર પણ ધ્યાને લેવાનો ન હોયનાંમંજુર કરેલ અરજીઓ ફરીથી મંજુર કરવા પણ બેંકોને સ્પષ્ટ જણાવેલ હતું. સાથોસાથ નબળી કામગીરી કરનાર બેંકોની ઉચ્ચસ્તરે જાણ કરવામાં આવશે તેમ પણ જણાવેલ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -