રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા આજે 150થી વધુ પરીક્ષાર્થી PGVCL કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે RTIમાં મળેલી માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ થતી નથી?, આ બાબતે મુખ્ય ઇજનેરે જવાબ આપ્યો કે, મહેકમ મુજબ 5 રાઉન્ડમાં ભરતી થઈ છે. હાલ કોઈ જગ્યા ખાલી નથી. જ્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એ.આર કટારાએ કહ્યું હતું કે RTIમાં અપાયેલી માહિતી ખોટી પણ હોઈ શકે છે, જેથી આ બાબતે તપાસ કરવામાં આવશે અને ખોટી માહિતી આપનાર સામે પગલાં ભરવામાં આવશે
PGVCLએ ભરતીના કરતાં 6000 ઉમેદવારનાં ભવિષ્ય અધ્ધરતાલ, રાજકોટમાં વિદ્યાર્થીઓએ કરી ઉગ્ર રજૂઆત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -